Get App

Closing Bell - સેન્સેક્સ 187 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25700 ની નજીક બંધ

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક, ટીસીએસ, શ્રીરામ ફાઈનાન્સ, ટાટા કંઝ્યુમર, ટીએમપીવી અને એસબીઆઈ 1.19-5.58 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈટરનલ, જિયો ફાઈનાન્સ, સિપ્લા, હિંડાલ્કો, એશિયન પેંટ્સ, સન ફાર્મા, આઈટીસી, મારૂતી સુઝુકી અને બીઈએલ 1.68-3.76 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 16, 2026 પર 4:05 PM
Closing Bell - સેન્સેક્સ 187 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25700 ની નજીક બંધClosing Bell - સેન્સેક્સ 187 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25700 ની નજીક બંધ
ભારતીય રૂપિયો 57 પૈસા તૂટીને 90.87 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 90.30 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25700 ની નજીક બંધ થયા જ્યારે સેન્સેક્સે 83,570 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,873.50 સુધી ઉછળી તો સેન્સેક્સ 84,134.97 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 57 પૈસા તૂટીને 90.87 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 90.30 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.16 ટકા વધીને 59,867.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.28 ટકા ઘટાડાની સાથે 17,362.30 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 187.64 અંક એટલે કે 0.23% ની મજબૂતીની સાથે 83,570.35 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 28.75 અંક એટલે કે 0.11% ની વધારાની સાથે 25,694.35 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો