Dealing Rooms Check: ડિલર્સે આજે ફાઈનાન્સ સ્ટૉક અને સિમેન્ટ સ્ટૉક્સ પર લગાવ્યો દાંવ
આજે અંબુજા સિમેન્ટમાં ડીલર્સે દાવં લગાવ્યો. ડીલર્સે આ સ્ટૉકમાં BTST એટલે કે આજે ખરીદો અને કાલે વેચવાની સલાહ આપી છે. તેમને લાગે છે કે આ શેર 380-385 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. HNIs ની તરફથી શેરમાં નવી ખરીદારી જોવાને મળી છે.
ફાઈનાન્સ બિલમાં SST (Securities Transaxtion Tax) વધારવાની જાહેરાત કરવામાં આવી. ઑપ્શન વેચવામાં 23.5 ટકા STT લાગશે જ્યારે ફ્યૂચર્સમાં 25 ટકા વધારે લાગશે. જોકે ફાઈનાન્સ બિલમાં STT ની રકમને લઈને કન્ફ્યૂઝન બનેલુ છે. જ્યારે ડેટ MF માં સંશોધન લોકસભામાં પાસ થઈ ગયુ. તેનાથી લોન્ગ ટર્મ કેપિટલ ગેન વધારે ઈંડેક્સેશનને ફાયદો નહીં મળે. જોકે HDFC AMC, Aditya Birla Sunlife AMC, UTI AMC આશરે 3-5 ટકા તૂટ્યા છે. જ્યારે આજે ડીલિંગ રૂમ્સમાં એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને અંબુજા સિમેન્ટ્સ આ બે સ્ટૉક્સમાં સૌથી વધારે એક્શન જોવા મળ્યુ. જાણીએ ડીલિંગ રુમ્સમાં ડીલર્સે કેમ લગાવ્યો આ સ્ટૉક્સ પર દાંવ -
ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલેથી યતિન મોતાએ કહ્યુ કે આજે એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સમાં ડીલર્સે દાંવ લગાવ્યા. ડીલર્સનું કહેવુ છે કે તેના ફ્યૂચર્સમાં લોંગ અનવાઈડિંગ જોવાને મળી. ડીલર્સને તેના શેરમાં 15-20 રૂપિયા સુધી ઘટાડાની આશંકા છે. તેમનું કહેવુ છે કે FII ની તરફથી શેરમાં વેચવાલી જોવાને મળી છે.
બીજા સ્ટૉકના રૂપમાં આજે અંબુજા સિમેન્ટમાં ડીલર્સે દાવં લગાવ્યો. ડીલર્સે આ સ્ટૉકમાં BTST એટલે કે આજે ખરીદો અને કાલે વેચવાની સલાહ આપી છે. તેમને લાગે છે કે આ શેર 380-385 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. HNIs ની તરફથી શેરમાં નવી ખરીદારી જોવાને મળી છે.
સીએનબીસી-બજાર પર દરરોજ દિવસ 2:30 વાગ્યાથી માર્કેટ બંધ થાય ત્યાં સુધી ખાસ શો ક્લોઝિંગ બેલમાં એક ખાસ સેગમેન્ટના Dealing Room Check with મોટા ભાઇ રજૂ કરવામાં આવે છે. જેમાં યતિન મોટા તમને જણાવે છે કે શેરોના ડીલર્સ આજે કયાથી શેર ખરીદી અને વેચાણ કરે છે અને આજના ટૉપ ટ્રેડિંગ આઈડિયાઝ શું છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)