Defence Stocks Rally: શુક્રવાર, 27 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આ વચ્ચે ડિફેન્સ સેક્ટરના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. કેટલાક ડિફેન્સ શેરના ભાવમાં 17% સુધીનો ઉછાળો નોંધાયો હતો. Nifty India Defence Index લગભગ 4% સુધી વધ્યો હતો અને સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે આગળ વધ્યો હતો.

