Dollar vs Rupee: શુક્રવાર, 20 નવેમ્બરના રોજ ભારતીય રૂપિયામાં વધુ મજબૂતી જોવા મળી હતી. ગુરુવારે ડોલર સામે 93.2900 પર બંધ થયા બાદ રૂપિયો વધુ મજબૂત થઈને 92.8650 પર પહોંચ્યો હતો. ભારતીય ચલણ 20 એપ્રિલ પછી પ્રથમવાર ડોલર સામે 93ની સપાટી પાર કરવામાં સફળ રહ્યું છે. દિવસ દરમિયાન રૂપિયાએ 92.9950ની ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર પણ હાંસલ કર્યા હતા. સતત ખરીદીને કારણે આ અઠવાડિયે ડોલર સામે રૂપિયો 1 રૂપિયાથી વધુ મજબૂત થયો છે.

