F&O માર્કેટ દેશની GDP કરતા 500 ગણું મોટું! ઇન્કમ ટેક્સ વિભાગના આંકડા જોઈને ચોંકી જશો, જાણો કેમ વધાર્યો ટેક્સ? | Moneycontrol Gujarati
Get App

F&O માર્કેટ દેશની GDP કરતા 500 ગણું મોટું! ઇન્કમ ટેક્સ વિભાગના આંકડા જોઈને ચોંકી જશો, જાણો કેમ વધાર્યો ટેક્સ?

ઇન્કમ ટેક્સ વિભાગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ભારતનું F&O માર્કેટ દેશની GDP કરતા 500 ગણું મોટું છે. જાણો બજેટમાં STT વધારવા પાછળનું સાચું કારણ અને દિગ્ગજ રોકાણકાર શંકર શર્માએ કેમ કરી પ્રશંસા.

અપડેટેડ 07:55:53 PM Feb 01, 2026 પર
Story continues below Advertisement
બજેટમાં થયેલી આ જાહેરાત બાદ માર્કેટમાં પેનિક સેલિંગ જોવા મળ્યું હતું. રોકાણકારોને ડર છે કે ટેક્સ વધવાથી ટ્રેડિંગ મોંઘું થશે અને નફો ઘટશે.

F&O Segment vs Indian GDP: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં શેરબજારના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાની જાહેરાત કરી, ત્યારે દલાલ સ્ટ્રીટમાં હાહાકાર મચી ગયો હતો. આ સમાચાર આવતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં 2-2 ટકાનો કડાકો બોલી ગયો. ટ્રેડર્સ નારાજ છે, પરંતુ હવે ઇન્કમ ટેક્સ વિભાગે કેટલાક એવા આંકડા રજૂ કર્યા છે, જે જોઈને તમે પણ સરકારના નિર્ણયને યોગ્ય માનશો.

દેશની જીડીપી કરતા 500 ગણું મોટું માર્કેટ

આવકવેરા વિભાગે (Income Tax India) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક મહત્વની માહિતી શેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, ભારતમાં F&O સેગમેન્ટનું કુલ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ દેશની કુલ જીડીપી (GDP) કરતા 500 ગણું મોટું છે.

આંકડાની દ્રષ્ટિએ સમજીએ તો, ભારતની જીડીપી આશરે 300 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે તેની સામે F&O નું ટર્નઓવર અનેક ગણું વધારે છે. ઇન્કમ ટેક્સ વિભાગનું કહેવું છે કે આટલા મોટા પાયે થતી સટ્ટાખોરી (Speculative Activities) પર લગામ લગાવવા માટે STT વધારવો ખૂબ જ જરૂરી હતો. સરકારે સ્પષ્ટતા કરી છે કે માત્ર F&O સિવાય અન્ય કોઈ ટ્રાન્ઝેક્શન પર ટેક્સ વધારવામાં આવ્યો નથી.

શંકર શર્માએ કહ્યું - 'F&O ઝેર સમાન છે'


જ્યાં એક તરફ ટ્રેડર્સ ટેક્સ વધારાનો વિરોધ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ દિગ્ગજ રોકાણકાર શંકર શર્માએ નાણામંત્રીના આ નિર્ણયના ભરપેટ વખાણ કર્યા છે. શંકર શર્માના મતે ડેરીવેટિવ્સ (F&O) એ "કોકેઈન અને ઝેરનું મિશ્રણ" છે, જે દેશના યુવાનોને બરબાદ કરી રહ્યું છે.

તેમણે 'X' પર લખ્યું કે F&O ની ખરાબ અસર આવનારી પેઢીઓ સુધી જોવા મળશે. તેમના મતે આ સેગમેન્ટ દેશમાં કોઈ મૂડી સર્જન (Capital Formation) કરતું નથી, ઉલટાનું ટ્રેડર્સના પૈસા બ્રોકર્સના ખિસ્સામાં જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ લતને રોકવી મુશ્કેલ છે, પરંતુ ઊંચો ટેક્સ લગાવીને લોકોને તેનાથી દૂર રાખવાનો રસ્તો યોગ્ય છે.

બજારમાં કેમ મચ્યો ગભરાટ?

બજેટમાં થયેલી આ જાહેરાત બાદ માર્કેટમાં પેનિક સેલિંગ જોવા મળ્યું હતું. રોકાણકારોને ડર છે કે ટેક્સ વધવાથી ટ્રેડિંગ મોંઘું થશે અને નફો ઘટશે. જોકે, સરકારનો ઉદ્દેશ્ય રિટેલ રોકાણકારોને જોખમી સટ્ટાથી દૂર રાખવાનો અને બિનજરૂરી વોલેટિલિટી ઘટાડવાનો છે.

આ પણ વાંચો-Tata Motors નો ડંકો! જાન્યુઆરી 2026 માં વેચાઈ રેકોર્ડબ્રેક 71,066 કાર, Nexon અને Punch ની ધૂમ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2026 7:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.