Get App

Gainers & Losers: ગુરુવારે અમૂક કંપનીઓના શૅર્સમાં તોફાની વધઘટ જોવા મળી

ગુરુવારે તોફાની વધઘટ બાદ સત્રના અંતે સેન્સેક્સ (Sensex) ૧૮૦.૯૬ પોઈન્ટ્સ (૦.૨૮ ટકા) ઘટીને ૬૫,૨૫૨.૩૪ના સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી (Nifty) ૫૭.૩૦ પોઈન્ટ્સ (૦.૨૯ ટકા) ઘટીને ૧૯,૩૮૬.૭૦ના સ્તરે બંધ રહ્યો હતો. કુલ ૧,૭૦૭ કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, ૧,૭૮૪ કંપનીઓના શૅર ભાવ ઘટ્યા હતા અને ૧૬૩ કંપનીઓના શૅર ભાવ સ્થિર રહ્યા હતા. જોકે, અમૂક શૅર્સમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 5:33 PM
Gainers & Losers: ગુરુવારે અમૂક કંપનીઓના શૅર્સમાં તોફાની વધઘટ જોવા મળીGainers & Losers: ગુરુવારે અમૂક કંપનીઓના શૅર્સમાં તોફાની વધઘટ જોવા મળી

ગુરુવારે તોફાની વધઘટ બાદ સત્રના અંતે સેન્સેક્સ (Sensex) ૧૮૦.૯૬ પોઈન્ટ્સ (૦.૨૮ ટકા) ઘટીને ૬૫,૨૫૨.૩૪ના સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી (Nifty) ૫૭.૩૦ પોઈન્ટ્સ (૦.૨૯ ટકા) ઘટીને ૧૯,૩૮૬.૭૦ના સ્તરે બંધ રહ્યો હતો. કુલ ૧,૭૦૭ કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, ૧,૭૮૪ કંપનીઓના શૅર ભાવ ઘટ્યા હતા અને ૧૬૩ કંપનીઓના શૅર ભાવ સ્થિર રહ્યા હતા. જોકે, અમૂક શૅર્સમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી.

Coforge: કોફોર્જના શૅરમાં સત્ર દરમિયાન નવ ટકા જેટલો વધારો થયો હતો કારણ કે બ્લોક ડિલના માધ્યમે કુલ ૧.૫૪ કરોડ શૅર્સની લેવડ-દેવડ થઈ હતી અને આ બ્લોક ડિલનું મૂલ્ય રૂ.૭,૩૨૯.૩ કરોડ હતું. જોકે, શૅરના ખરીદદારો અને વેચાણકર્તાઓ કોણ છે તેની હજી જાણ થઈ નથી. સીએનબીસી-આવાઝમાં અગાઉ જણાવવામાં આવ્યું હતું કે હુલેસ્ટ બીવી એ કોફોર્જમાંથી પોતાનો સંપૂર્ણ ૨૬ ટકા હિસ્સો વેચવાની વિચારણા કરી રહ્યું છે. ડિલની ફ્લોર પ્રાઈસ શૅરદીઠ રૂ.૪,૫૫૦ છે અને ૨૩ ઓગસ્ટના બંધ ભાવની સરખામણીએ ૭.૪ ટકાનું ડિસ્કાઉન્ટ હતું.

Jio Financial Services: સતત ચોથા સત્રમાં કંપનીના શૅરને પાંચ ટકાની લોઅર સર્કીટ લાગી હતી. લિસ્ટિંગ બાદથી શૅર ભાવમાં ઘટાડો જ થઈ રહ્યો છે કારણ કે પેસિવ ફંડ્સ વેચવાલી કરી રહ્યા છે. નિફ્ટી અને સેન્સેક્સમાંથી કંપનીનો શૅર બહાર થાય તે પહેલા જ શૅરમાંથી તેઓ નીકળી જવા માગે છે.

Gujarat Ambuja Exports: સત્ર દરમિયાન કંપનીના શૅરમાં પાંચ ટકાનો વધારો થયો હતો કારણ કે કંપનીના ગુજરાતના હિંમતનગરમાં ગ્રીનફિલ્ડ વેટ મિલિંગ પ્લાન્ટ ઉભો કરવા માટે રાજ્યના પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી મળી છે. પ્રોસેસ્ડ એગ્રો-ગુડ્સ ઉત્પાદક આ કંપનીએ એક્સચેન્જોને આપેલી માહિતીમાં કહ્યું કે સૂચિત પ્લાન્ટની ક્ષમતા પ્રતિ દિન ૯૦૦ ટન પ્રોસેસની હશે. આ પ્લાન્ટના ટેકે કંપનીની એકંદર મકાઈ પ્રોસેસિંગ ક્ષમતા વધીને પ્રતિ દિન ૬૦૦૦ ટન થશે. કંપનીના કુલ પાંચ પ્લાન્ટ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો