Get App

Global Market: ગ્લોબલ સંકેતો નબળા, એશિયન માર્કેટ્સમાં સુસ્તી, GIFT NIFTY પણ ફ્લેટ

શુક્રવારે પણ અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, જ્યાં ડાઓ જોન્સ 150 પોઇન્ટ્સ તૂટ્યો, તો S&P 500, 0.53% અને નાસ્ડેક 0.36% ઘટીને બંધ રહ્યા

MoneyControl Newsઅપડેટેડ Aug 07, 2023 પર 8:40 AM
Global Market: ગ્લોબલ સંકેતો નબળા, એશિયન માર્કેટ્સમાં સુસ્તી, GIFT NIFTY પણ ફ્લેટGlobal Market: ગ્લોબલ સંકેતો નબળા, એશિયન માર્કેટ્સમાં સુસ્તી, GIFT NIFTY પણ ફ્લેટ
આજે ગ્લોબલ માર્કેટથી નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટ્સમાં સુસ્તી દેખાય રહી છે. GIFT NIFTY પણ ફ્લેટ કારોબાર કરી રહી છે.

આજે ગ્લોબલ માર્કેટથી નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન માર્કેટ્સમાં સુસ્તી દેખાય રહી છે. GIFT NIFTY પણ ફ્લેટ કારોબાર કરી રહી છે. ત્યાંજ શુક્રવારે સતત ચોથા દિવસે અમેરિકી બજાર ઘટીને બંધ રહ્યા.

શુક્રવારે પણ અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, જ્યાં ડાઓ જોન્સ 150 પોઇન્ટ્સ તૂટ્યો, તો S&P 500, 0.53% અને નાસ્ડેક 0.36% ઘટીને બંધ રહ્યા, ઉલ્લેખનિય છે કે એપ્પલ દ્વારા ખરાબ પરિણામ જાહેર થતા નાસ્ડેક પર દબાણ બન્યું, આ સાથે જ જુલાઈમાં US નોન ફાર્મ પેરોલના આંકડા અનુમાન કરતા નબળા રહવાની અસર પણ માર્કેટ પર જોવા મળી છે.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 28.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.01 ટકાના ઘટાડાની સાથે 32,190.31 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.54 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.95 ટકા વધીને 17,002.99 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.05 ટકાના ઘટાડાની સાથે 19,535. 85ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.01 ટકાની વધીને 2,603.14 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 17.60 અંક એટલે કે 0.54 ટકા લપસીને 3,270.48 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો