Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTY પણ 19500ની ઉપર

Global Market: અમેરિકી બજાર તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યા, જ્યાં ડાઓ જોન્સ 0.54%, નાસ્ડેક 1.59% અને S&P 500 1.10% વધીને બંધ થયા હતા.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 8:38 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTY પણ 19500ની ઉપરGlobal Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી, GIFT NIFTY પણ 19500ની ઉપર
Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે.

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTY પણ 19500 ની ઉપર છે. NVIDIA ના સારા પરિણામ બાદ ગઈકાલે અમેરિકામાં જોરદાર તેજી દેખાણી. નાસ્ડેક દોઢ ટકાથી વધારે ઉછળ્યો, ત્યાંજ ક્રૂડનો ઉભરો શાંત પડ્યો.

ગઈકાલે અમેરિકી બજાર તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યા, જ્યાં ડાઓ જોન્સ 0.54%, નાસ્ડેક 1.59% અને S&P 500 1.10% વધીને બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે USની કંપની NVIDIAના સારા Q2 પરિણામથી નાસ્ડેકને સપોર્ટ મળ્યો, તો 30 જૂન બાદ S&P500માં 1%થી વધુની તેજી જોવા મળી છે.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મજબૂતી સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 21.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.42 ટકાના વધારાની સાથે 32,146.33 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.12 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 1.22 ટકા વધીને 16,779.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.22 ટકાના તેજીની સાથે 18,063.05 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.97 ટકાની મજબૂતી સાથે 2,530.07 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 4.02 અંક એટલે કે 0.13 ટકા ઉછાળાની સાથે 3,082.42 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો