Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશ અને વાયદા બન્નેમાં વેચવાલી જોવા મળી છે. GIFT NIFTYમાં મામુલી તેજી સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. એશિયા પણ મજબૂત કારોબાર દેખાય રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજારમાં રિકવરી રહી, ત્રણે મહત્વના ઇન્ડેક્સ આશરે અડધા ટકા ઉપર બંધ થયા. મંગળવારે સેમિકન્ડક્ટર શેરોમાં દબાણ જોવા મળ્યું. માર્કેટ કેપમાં $500 બિલિયનનો ઘટાડો થયો. બુધવારે બજાર વધારા સાથે બંધ થયું.

