Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન બજારમાં મજબૂતી, ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર

Thanksgiving ડે નિમિત્તે અમેરિકાના બજાર બંધ હતા. આજે પણ અડધા દિવસ માટે USના માર્કેટ આજે ખુલશે. આજે પણ ગ્લોબલ સ્તરે જાપાન પર નજર રાખવાની રહેશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 28, 2023 પર 8:35 AM
Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન બજારમાં મજબૂતી, ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબારGlobal Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયન બજારમાં મજબૂતી, ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર
એશિયન બજારમાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. તો ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે.

ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયન બજારમાં મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. તો ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. US ફ્યુચર્સમાં મામુલી ઉછાળો સાથે કારોબાર થઈ રહ્યો છે. Thanks giving ડે નિમિત્તે અમેરિકાના બજાર બંધ હતા. આજે અમેરિકાના બજાર અડધા દિવસ માટે ખુલશે.

Thanksgiving ડે નિમિત્તે અમેરિકાના બજાર બંધ હતા. આજે પણ અડધા દિવસ માટે USના માર્કેટ આજે ખુલશે. આજે પણ ગ્લોબલ સ્તરે જાપાન પર નજર રાખવાની રહેશે. જાપાનમાં મોંઘવારી આંકડા જાહેર થયા. ઓક્ટબરમાં મોંઘવારી દર વધી 3.3% પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બરમાં મોંઘવારી દર 3 ટકા હતી અને સાથે ઓક્ટબર કોર મોંઘવારી દર વધીને 2.9 ટકા પર પહોંચ્યા છે. સાથે ક્રૂડ પર પણ નજર કરીશું. 80 ડૉલરને પાર બ્રેન્ટ ક્રૂડ નિકળ્યો છે. તેનુ કારણ છે US ક્રૂડ ઈન્વેન્ટરી અનુમાનથી વધુ આવી. 30 નવેમ્બરે OPEC+ ની બેઠક યોજાશે બજારને ઉત્પાદન ઘટવાની અપેક્ષા છે.

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 9.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.78 ટકાના વધારાની સાથે 33,715.55 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.38 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર સપાટ દેખાય રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.47 ટકાના ઘટાડાની સાથે 17,647.58 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.29 ટકા લપસીને 2,507.62 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 8.48 અંક એટલે કે 0.28 ટકા લપસીને 3,050.81 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો