Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેત, US ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર, SGX નિફ્ટીમાં દબાણ - Global Market: Mixed signals from global markets, flat trading in US futures, pressure on SGX Nifty | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેત, US ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર, SGX નિફ્ટીમાં દબાણ

એશિયા બજારમાં નિક્કેઈ મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. પણ આજે કોરિયાના બજાર બંધ રહેશે.

અપડેટેડ 09:44:43 AM Jun 06, 2023 પર
Story continues below Advertisement
ગઈકાલે અમેરિકાના બજાર ઘટીને બંધ થયા હતા. સાથે SGX નિફ્ટીમાં દબાણ જોવાને મળી રહ્યુ છે

બજાર માટે ગ્લોબલ સંકેત મિશ્ર દેખાય રહ્યા છે. US ફ્યુચર્સમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. પણ ગઈકાલે અમેરિકાના બજાર ઘટીને બંધ થયા હતા. સાથે SGX નિફ્ટીમાં દબાણ જોવાને મળી રહ્યુ છે, પણ એશિયા બજારમાં નિક્કેઈ મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. પણ આજે કોરિયાના બજાર બંધ રહેશે.

સોમવારે અમેરિકાના બજારમાં સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે અમેરિકાના બજારમાં આવેલી એક ધારી તેજી બાદ સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. ગઈકાલે ડાઓ અડધો ટકો S&P 500 પા ટકા જેટલો અને નાસ્ડેક સામાન્ય ઘટાડા સાથે બંધ થયો હતો. ગઈકાલે એપ્પલના શેરમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા સાથે જ બેન્કિંગ સ્ટોકમાં પણ ઘટાડો આવ્યો હતો. તો આજે સવારે ડાઓ ફ્યુચર્સમાં પણ ઘટાડા સાથેનો કારોબાર જોવા મ્ળ્યો હતો.

આજે એશિયાઈ બજારમાં મિશ્ર સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 26.00 અંકના નબળાઈની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.41 ટકાના વધારાની સાથે 32,350.58 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.03 ટકાનો મામૂલી વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.41 ટકા વધીને 16,783.33 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.17 ટકાના વધારાની સાથે 19,331.39 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.54 ટકા વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.09 ટકા વધીને 3,235.37 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Jun 06, 2023 8:42 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.