Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો નહીં, એશિયામાં અડધા ટકાનું દબાણ, GIFT NIFTYમાં 75 પોઇન્ટ્સનો ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો નહીં, એશિયામાં અડધા ટકાનું દબાણ, GIFT NIFTYમાં 75 પોઇન્ટ્સનો ઘટાડો

Global Market: સતત ત્રીજા દિવસે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, મોટી ટેક કંપનીઓના શેરમાં દબાણ આવતા બજારના સેન્ટિમેન્ટ બગડતા જોવા મળ્યા, જેમાં S&P 500માં 27 જુલાઈના ઉચ્ચત્તમ સ્તરેથી લગભગ 5.1% ઘટ્યો.

અપડેટેડ 08:41:25 AM Aug 18, 2023 પર
Story continues below Advertisement
Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો નહીં. એશિયામાં અડધા ટકાના દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે.

Global Market: ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો નહીં. એશિયામાં અડધા ટકાના દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTY માં 75 પોઇન્ટ્સના ઘટાડો સાથે કારોબાર દેખાય રહ્યો છે. અમેરિકી બજારોમાં વેચવાલી યથાવત્ છે. ગઈકાલે ડાઓ 290 પોઇન્ટ્સ તૂટીને બંધ થયો હતો. આજે US FUTURESમાં ફ્લેટ કામકાજ થઈ રહ્યુ છે.

સતત ત્રીજા દિવસે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, મોટી ટેક કંપનીઓના શેરમાં દબાણ આવતા બજારના સેન્ટિમેન્ટ બગડતા જોવા મળ્યા, જેમાં S&P 500માં 27 જુલાઈના ઉચ્ચત્તમ સ્તરેથી લગભગ 5.1% ઘટ્યો, ડાઓ જોન્સમાં 3 દિવસમાં 2.38% અને નાસ્ડેકમાં 3 દિવસમાં 3.46%ની નરમાશ નોંધાઈ ચુકી છે. આ સાથે જ અમેરિકી બોન્ડ યીલ્ડમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની પણ નેગેટીવ અસર માર્કેટ પર દેખાઈ રહી છે.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 11.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.19 ટકાના ઘટાડાની સાથે 31,565.21 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.70 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.41 ટકા ઘટીને 16,449.47 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.62 ટકાના ઘટાડાની સાથે 18,212.87 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.47 ટકાની નબળાઈની સાથે 2,508.11 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 4.59 અંક એટલે કે 0.15 ટકા વધીને 3,167.68 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Aug 18, 2023 8:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.