સોના અને ચાંદીના ભાવમાં થયેલા ભારે ઘટાડાની અસર શુક્રવાર, 20 નવેમ્બરના રોજ ગોલ્ડ લોન આપતી કંપનીઓના શેર પર પણ જોવા મળી હતી. Muthoot Finance, Manappuram Finance અને IIFL Financeના શેરમાં 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બરમાં અમેરિકન ફેડરલ રિઝર્વ (US Fed) દ્વારા વ્યાજદર વધારવાની શક્યતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું હતું.

