Infosys Interim Dividend: IT કંપની ઇન્ફોસિસ તેના શેરધારકોને નાણાકીય વર્ષ 2026 માટે પ્રતિ શેર ₹23 નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવા જઈ રહી છે. આ માટેની રેકોર્ડ તારીખ 27 ઓક્ટોબર, 2025 છે. આ તારીખે કંપનીના સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં જે શેરધારકોના નામ શેરના લાભાર્થી માલિકો તરીકે દેખાય છે તેઓ ડિવિડન્ડ માટે હકદાર રહેશે.

