માત્ર 43 દિવસમાં રોકાણકારો થયા માલામાલ! વેદાંતા ગ્રુપના આ શેરે આપ્યું 270%નું બમ્પર રિટર્ન
વેદાંતા ગ્રુપની કંપની Sterlite Tech ના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. માત્ર 43 દિવસમાં શેર 176 થી ઉછળીને 651 પર પહોંચ્યો. જાણો આ મલ્ટીબેગર શેરની સંપૂર્ણ વિગત.
સ્ટરલાઇટ ટેકનોલોજીસમાં વેદાંતા ગ્રુપની કંપની ટ્વીન સ્ટાર ઓવરસીઝનો 42.90% હિસ્સો છે. માર્ચ 2026 ના ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, વેદાંતાનું સીધું રોકાણ પણ 0.98% છે.
શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે વેદાંતા ગ્રુપની એક કંપનીના શેરે રોકાણકારોને રોકેટની સ્પીડે કમાણી કરાવી છે. આ શેરે બજારની ચિંતાઓને બાજુ પર રાખીને માત્ર 43 ટ્રેડિંગ દિવસમાં 270% નો અધધ ઉછાળો નોંધાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં તો આ શેરે રોકાણકારોના પૈસા 8 ગણાથી વધુ વધારી દીધા છે. ચાલો જાણીએ આ મલ્ટીબેગર શેર કયો છે અને તેમાં આટલી મોટી તેજી કેમ આવી.
Sterlite Tech ના શેરમાં તોફાની તેજી
અમે વાત કરી રહ્યા છીએ દેશની દિગ્ગજ ઓપ્ટિકલ અને ડિજિટલ ટેક્નોલોજી કંપની સ્ટરલાઇટ ટેક્નોલોજીસ વિશે,,, આ શેર એટલી ઝડપથી ઉપર ચડ્યો કે 30 માર્ચના રોજ જેનો ભાવ 176 રૂપિયા હતો, તે 4 જૂનના રોજ 651 રૂપિયા પર પહોંચી ગયો.આ 43 ટ્રેડિંગ દિવસોમાંથી માત્ર 6 દિવસ જ એવા હતા જ્યારે શેરમાં ઘટાડો જોવા મળ્યો. બાકીના 20 દિવસ શેરમાં અપર સર્કિટ લાગી હતી. છેલ્લા 11 દિવસથી તો શેર સતત ઉપર જઈ રહ્યો છે, જેમાં 9 દિવસ અપર સર્કિટ લાગી છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 535% નો વધારો થયો છે. છેલ્લા 12 મહિનાની વાત કરીએ તો જૂન 2025 માં આ શેર લગભગ 75 રૂપિયાની આસપાસ હતો, જ્યાંથી અત્યાર સુધીમાં તેમાં 766% નો માતબર ઉછાળો આવી ચૂક્યો છે.
વેદાંતા ગ્રુપ અને અન્ય રોકાણકારોનો હિસ્સો
સ્ટરલાઇટ ટેકનોલોજીસમાં વેદાંતા ગ્રુપની કંપની ટ્વીન સ્ટાર ઓવરસીઝનો 42.90% હિસ્સો છે. માર્ચ 2026 ના ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, વેદાંતાનું સીધું રોકાણ પણ 0.98% છે.
અન્ય મોટા રોકાણકારોની વાત કરીએ તો,,,LIC 1.17% હિસ્સો, 11 જેટલા મ્યુચ્યુઅલ ફંડ્સ7.41% હિસ્સો અને રિટેલ રોકાણકારોનો 18.58% હિસ્સો છે.
શેર રોકેટ કેમ બન્યો? જાણો તેજીનું કારણ
બ્રોકરેજ ફર્મ નુવામાના રિપોર્ટ અનુસાર, સ્ટરલાઇટ ટેકનું ફોકસ અગાઉ માત્ર 5G નેટવર્ક અપગ્રેડેશન અને ગામડાઓમાં બ્રોડબેન્ડની માંગ પર હતું. પરંતુ હવે કંપની ડેટા સેન્ટરના ઝડપથી વધતા બજારનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તૈયાર છે.
પહેલા ગ્લોબલ ફાઈબરની માંગમાં ડેટા સેન્ટરનો હિસ્સો માત્ર 5% હતો, જે હવે વધીને 15% થી 20% થઈ ગયો છે. અનુમાન છે કે 2027 સુધીમાં આ હિસ્સો 30% સુધી પહોંચી શકે છે. આ જ કારણથી કંપનીના શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.
શેર પહોંચ્યો ASM સ્ટેજ 4માં
શેરમાં આવેલી આ રેકોર્ડબ્રેક તેજીને કારણે હવે આ શેર લોંગ-ટર્મ એડિશનલ સર્વેલન્સ મેઝરના સ્ટેજ 4 માં મુકાયો છે.હવે આ શેરમાં ટ્રેડિંગ ગ્રોસ બેસિસ પર થશે અને 100% માર્જિન એડવાન્સમાં આપવું પડશે. આનો અર્થ એ છે કે હવે તેમાં કોઈ લેવરેજ કે માર્જિન ફંડિંગ નહીં મળે. શેરની સર્કિટ લિમિટ 5% નક્કી કરવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે હવે આ શેરમાં ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ નહીં થઈ શકે, ફરજિયાત ડિલિવરી લેવી જ પડશે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.