Reliance AGM 2026: શેરબજારના રોકાણકારો જેની મહિનાઓથી ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તે સમાચાર આખરે આવી ગયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ જિયો આઈપીઓ અંગે બજારને સૌથી મોટી ભેટ આપી છે.
Reliance AGM 2026: શેરબજારના રોકાણકારો જેની મહિનાઓથી ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તે સમાચાર આખરે આવી ગયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ જિયો આઈપીઓ અંગે બજારને સૌથી મોટી ભેટ આપી છે.
જિયો પ્લેટફોર્મ્સના બોર્ડે તેના બહુચર્ચિત આઈપીઓ માટેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસને સત્તાવાર રીતે લીલી ઝંડી આપી દીધી છે. બજાર અને રોકાણકારો માટે સૌથી મોટી ખુશખબર એ છે કે આ ડ્રાફ્ટ આજે 19 જૂનના રોજ જ માર્કેટ રેગ્યુલેટર સેબીસમક્ષ જમા કરી દેવામાં આવશે. આ ઐતિહાસિક જાહેરાત પર અત્યારે આખા શેરબજારની નજર ટકેલી છે.
શેરધારકોને સંબોધતા મુકેશ અંબાણીએ આ જાહેરાતને ખૂબ જ લાગણીસભર ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આ તેમના માટે, સમગ્ર રિલાયન્સ પરિવાર અને લાખો શેરધારકો માટે એક ગૌરવની વાત છે. અત્યારે આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી જિયો આઈપીઓની સમગ્ર પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. આ નવી પેઢી જ ભવિષ્યમાં કંપનીના બિઝનેસ અને વેલ્યુ ક્રિએશનની કમાન સંભાળશે.
મુકેશ અંબાણીએ નવા રોકાણકારોને પૂરો વિશ્વાસ અપાવતા કહ્યું કે જિયોનું આ લિસ્ટિંગ આખી દુનિયાને બતાવી દેશે કે ભારત પણ વૈશ્વિક કક્ષાની અને દુનિયાને ટક્કર આપે તેવી ટેકનોલોજી કંપનીઓ બનાવી શકે છે. તેમણે તમામ રોકાણકારોને ખાતરી આપી છે કે જિયોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.
કંપનીની 10 વર્ષની સફરને યાદ કરતા અંબાણીએ જણાવ્યું કે જિયોએ ભારતમાં ડિજિટલ અસમાનતા દૂર કરવાના સપના સાથે શરૂઆત કરી હતી. એક સમયે વોઇસ કોલ અને ડેટા સામાન્ય માણસ માટે ખૂબ મોંઘા હતા. જિયોએ દેશના દરેક નાગરિક માટે વોઇસ કોલ બિલકુલ ફ્રી કરી દીધા અને હાઇ સ્પીડ ડેટા એકદમ સસ્તો બનાવી દીધો. આ ક્રાંતિએ આજે ભારતમાં સાચા અર્થમાં ડિજિટલ જીવન શક્ય બનાવ્યું છે. હવે સૌ કોઈની નજર આ મેગા આઈપીઓની વધુ વિગતો પર રહેશે.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.