બાયોકોન સ્ટોકમાં મોટી હલચલ જોવા મળી શકે છે. મિલાનએ કંપનીમાં પોતાનો સંપૂર્ણ 5.64% હિસ્સો 3,678.68 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ હિસ્સો ICICI પ્રુડેન્શિયલ, કોટક અને HDFC મ્યુચ્યુઅલ ફંડ જેવા મોટા રોકાણકારોએ ખરીદ્યો છે.
Stocks to Watch : અમેરિકામાં મોંઘવારીના આંકડા અપેક્ષા કરતા ઓછા આવતા વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પોઝિટિવ સંકેતોની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી શકે છે. ગિફ્ટ નિફ્ટી અત્યારે 27 પોઈન્ટ્સ એટલે કે 0.11% ના વધારા સાથે 24,041.50 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે, જે બજારમાં લીલા નિશાન સાથે શરૂઆત થવાના સંકેત આપે છે.
જોકે, છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા હતા. પરંતુ આજે કેટલાક ખાસ શેરોમાં કોર્પોરેટ ન્યૂઝ અને પરિણામોને કારણે જોરદાર એક્શન જોવા મળી શકે છે. ચાલો જોઈએ આજના 'Stocks to Watch' લિસ્ટમાં કયા શેર સામેલ છે.
આજે આ કંપનીઓના આવશે ત્રિમાસિક પરિણામો
આજે માર્કેટમાં અનેક મોટી કંપનીઓ તેમના કમાણીના આંકડા રજૂ કરશે.
HDFC Life, HDFC AMC
ICICI Lombard, ICICI Prudential Life
Union Bank of India, Angel One
Federal Bank (Fedbank Financial Services)
Mangalore Refinery & Petrochemicals , Network 18 અને Steel Strips Wheels જેવી કંપનીઓ પર નજર રહેશે.
Stocks to Watch
Hero MotoCorp
કંપનીના બોર્ડે તેની સહયોગી કંપની 'એથર એનર્જી' (Ather Energy) માં વધુ 1,000 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી દીધી છે. આ રોકાણ પહેલા હીરો મૌટોકોર્પ પાસે એથરમાં 29.48% હિસ્સો હતો.
Delhivery
દિલ્હીવરી માટે મોટા સમાચાર છે. RBI એ કંપનીની પેટાકંપની 'દિલ્હીવરી ફાઇનાન્શિયલ સર્વિસીસ' ને NBFC તરીકે કામ કરવા માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (CoR) આપી દીધું છે. આનાથી કંપની ફાઇનાન્સ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી શકશે.
EaseMyTrip
ટ્રાવેલ સેક્ટરની જાણીતી કંપની EaseMyTrip એ ઝારખંડ સરકારના પ્રવાસન વિભાગ સાથે વ્યૂહાત્મક કરાર કર્યા છે, જેનાથી કંપનીના બિઝનેસમાં તેજી આવવાની શક્યતા છે.
Tata Elxsi અને L&T Tech
બંને IT કંપનીઓએ સારા પરિણામો જાહેર કર્યા છે. L&T ટેકનો પ્રોફિટ 13% વધીને 356.6 કરોડ રૂપિયા થયો છે, જ્યારે ટાટા એલેક્સીનો નફો 18.2% વધીને 170.6 કરોડ રૂપિયા રહ્યો છે.
Biocon (બલ્ક ડીલ)
બાયોકોન સ્ટોકમાં મોટી હલચલ જોવા મળી શકે છે. મિલાનએ કંપનીમાં પોતાનો સંપૂર્ણ 5.64% હિસ્સો 3,678.68 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ હિસ્સો ICICI પ્રુડેન્શિયલ, કોટક અને HDFC મ્યુચ્યુઅલ ફંડ જેવા મોટા રોકાણકારોએ ખરીદ્યો છે.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.