છેલ્લા બિઝનેસ સપ્તાહ દરમિયાન દેશની ટોપ-10 કંપનીઓમાંથી ટોપની 6 કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટોપની 6 કંપનીઓના માર્કેટ કેપમાં કુલ રૂપિયા 83,637.96 કરોડનો ઘટાડો થયો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને ઈન્ફોસિસને આ સમયગાળા દરમિયાન સૌથી વધુ નુકસાન થયું છે.

