Market Cap: છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન, દેશની ટોપની 10 કંપનીઓમાંથી, ટોપની 7 કંપનીઓને તેમના માર્કેટ કેપમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન ટોપની 10 કંપનીઓમાંથી ટોપની 7 કંપનીઓને કુલ રૂપિયા 65,656.36 કરોડનું નુકસાન થયું હતું. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના માર્કેટ કેપમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
માર્કેટ કેપ કેટલું ઘટ્યું
રિલાયન્સ અને અન્ય કંપનીઓની શું સ્થિતિ રહી
છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂપિયા 34,910.54 કરોડ ઘટીને રૂપિયા 16,60,923.11 કરોડ થયું હતું. બીજી તરફ, ICICI બેન્કનું માર્કેટકેપ રૂપિયા 9,355.65 કરોડ ઘટીને રૂપિયા 6,55,197.93 કરોડ અને ઇન્ફોસિસનું માર્કેટકેપ રૂપિયા 7,739.51 કરોડ ઘટીને રૂપિયા 5,38,923.48 કરોડ થયું હતું. TCSનું માર્કેટકેપ રૂપિયા 7,684.01 કરોડ ઘટીને રૂપિયા 12,10,414.19 કરોડ અને HDFC બેન્કનું માર્કેટકેપ રૂપિયા 5,020.13 કરોડ ઘટીને રૂપિયા 8,97,722.23 કરોડ થયું હતું. ITCનું માર્કેટ કેપ રૂપિયા 621.4 કરોડ ઘટીને રૂપિયા 5,50,809.75 કરોડ થયું હતું. જ્યારે HDFCનું માર્કેટ કેપ રૂપિયા 325.12 કરોડ ઘટીને રૂપિયા 4,88,141.04 કરોડ થયું હતું.
આ કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો
બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નું માર્કેટ કેપ રૂપિયા 15,213.6 કરોડ વધીને રૂપિયા 6,38,231.22 કરોડ થયું છે. ભારતી એરટેલનો એમકેપ રૂપિયા 10,231.92 કરોડ વધીને રૂપિયા 4,66,263.37 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નો એમકેપ રૂપિયા 1,204.82 કરોડ વધીને રૂપિયા 5,24,053.21 કરોડ થયો હતો.
રિલાયન્સે ભારતની ટોપની 10 કંપનીઓની યાદીમાં પોતાનું ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. આ પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, HDFC અને ભારતી એરટેલનો નંબર આવે છે.