Market today : 19 નવેમ્બરના રોજ, નિફ્ટી ઉતાર-ચઢાવ વચ્ચે 23,500ની ઉપર રહેવામાં સફળ રહ્યો. આજે ભારતીય ઈક્વિટી ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 239.37 પોઈન્ટ્સ અથવા 0.31 ટકા વધીને 77,578.38 પર અને નિફ્ટી 64.70 પોઈન્ટ્સ અથવા 0.28 ટકા વધીને 23,518.50 પર બંધ થયા છે. આજે લગભગ 2197 શેર વધ્યા હતા, 1591 શેર ઘટ્યા હતા અને 95 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. M&M, ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા, HDFC બેંક અને આઇશર મોટર્સ આજે નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. જ્યારે એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્ઝ્યુમર અને હિન્દાલ્કો આજે ટોપ લોઝર હતા. વિવિધ સેક્ટરમાં મીડિયા, ઑટો, રિયલ્ટી, આઈટી, ફાર્મા 0.5-2.5 ટકા વધ્યા છે. જ્યારે મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પીએસયુ બેન્કમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં લગભગ 1 ટકાનો વધારો નોંધાયો છે.