MTNL Share Price: મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ના શેરમાં 1 ઓક્ટોબરે જોરદાર તેજી જોવા મળી. નબળા માર્કેટ સેન્ટિમેન્ટ વચ્ચે પણ MTNLનો શેર ઇન્ટ્રા-ડેમાં 17%થી વધુ ઉછળ્યો હતો. એક તરફ શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટી 50 પણ 22,500ની આસપાસ પહોંચી ગયો હતો, જ્યારે બીજી તરફ MTNLના શેરમાં ખરીદી જોવા મળી હતી.

