Get App

Muhurat Trading: આ રવિવારે દિવાળી પર થશે બમ્પર કમાણી! 8 નવેમ્બરે ખાસ ખુલશે શેરબજાર, અહીં જુઓ ‌સંપૂર્ણ શિડ્યુલ

દિવાળી અને લક્ષ્મી પૂજન નિમિત્તે 8 નવેમ્બર, રવિવારના રોજ શેરબજારમાં ખાસ મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે. જાણો બપોરે કેટલા વાગ્યે ખુલશે NSE અને BSE અને જુઓ સંપૂર્ણ ટાઈમ-ટેબલ.

MoneyControl Newsઅપડેટેડ Nov 03, 2026 પર 6:24 PM
Muhurat Trading: આ રવિવારે દિવાળી પર થશે બમ્પર કમાણી! 8 નવેમ્બરે ખાસ ખુલશે શેરબજાર, અહીં જુઓ ‌સંપૂર્ણ શિડ્યુલMuhurat Trading: આ રવિવારે દિવાળી પર થશે બમ્પર કમાણી! 8 નવેમ્બરે ખાસ ખુલશે શેરબજાર, અહીં જુઓ ‌સંપૂર્ણ શિડ્યુલ
દલાલ સ્ટ્રીટના વેપારીઓ, બ્રોકર્સ અને રોકાણકારો આ દિવસે લક્ષ્મી પૂજન કર્યા બાદ નવા નાણાકીય ચક્રની શુભ શરૂઆત તરીકે શુકન પૂરતું ટોકન રોકાણ કરે છે.

Muhurat Trading: દિવાળી અને લક્ષ્મી પૂજનના પાવન અવસર પર ભારતીય શેરબજારમાં વર્ષોથી ચાલી આવતી ઐતિહાસિક મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા તાજેતરમાં જ 'મુહૂર્ત ટ્રેડિંગ 2026' ના ટાઈમ-ટેબલની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે 8 નવેમ્બરના રોજ રવિવારની રજા હોવા છતાં શેરબજાર ધમધમતું રહેશે અને રોકાણકારોને નવા સંવત વર્ષની શુભ શરૂઆતમાં શેર ખરીદવા તેમજ વેચવાની ખાસ તક મળશે.

મુહૂર્ત ટ્રેડિંગ 2026: તારીખ અને મુખ્ય સમય

8 નવેમ્બર અને રવિવારના રોજ યોજાનારા આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનની મુખ્ય વિગતો નીચે મુજબ રહેશે.

ઇવેન્ટ: મુહૂર્ત ટ્રેડિંગ 2026

તારીખ: રવિવાર, 8 નવેમ્બર 2026

અવસર: દિવાળી લક્ષ્મી પૂજન

પ્રી-ઓપનિંગ સેશન: બપોરે 2:05 વાગ્યાથી 2:20 વાગ્યા સુધી

બધા સમાચાર

+ વધુુ વાંચો