Muhurat Trading 2026: દિવાળીના પવિત્ર અવસર પર 8 નવેમ્બરે રવિવાર હોવા છતાં ભારતીય શેરબજાર ખુલશે. આજે નવા સંવત 2083 ની મુહૂર્ત ટ્રેડિંગ છે. NSE, BSE અને MCX પર ખાસ કારોબાર થશે. છેલ્લા 10 વર્ષમાં આ ચોથી વાર છે જ્યારે રજાના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ પહેલા સતત 8 વર્ષ સુધી નિફ્ટી 50 મુહૂર્ત ટ્રેડિંગમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો.

