Mutual Fund: ગયા વર્ષે દિવાળી 31 ઓક્ટોબર, 2024ના રોજ ઉજવાઈ હતી, જ્યારે આ વર્ષે 20 ઓક્ટોબર, 2025ના રોજ દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ એક વર્ષના ગાળામાં શેરબજારે ઘણા ઉતાર-ચઢાવ જોયા, પરંતુ આ પડકારજનક સમયમાં પણ કેટલાક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને શાનદાર રિટર્ન આપીને ચોંકાવી દીધા છે. ACE MFના ડેટા અનુસાર, કુલ 522 ફંડ્સમાંથી 407 ફંડે આ દરમિયાન પોઝિટિવ રિટર્ન આપ્યું છે, જેમાંથી 11 ફંડે 35%થી વધુ રિટર્ન આપ્યું છે. ચાલો જાણીએ એવા ટોપ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જેમણે આ દિવાળીથી દિવાળી સુધી રોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો કર્યો.

