નિફ્ટી બેંક ટ્રેડર્સ એલર્ટ: આ લેવલ પાર થયું તો શેરબજારમાં રોકેટ જેવી તેજી, તૂટ્યું તો મચશે હાહાકાર | Moneycontrol Gujarati
Get App

નિફ્ટી બેંક ટ્રેડર્સ એલર્ટ: આ લેવલ પાર થયું તો શેરબજારમાં રોકેટ જેવી તેજી, તૂટ્યું તો મચશે હાહાકાર

8 જૂનના નિફ્ટી બેંકના ટ્રેડિંગ લેવલ્સ અને એક્સપર્ટ્સની સલાહ. 55,000 નો અવરોધ પાર થશે કે બજાર તૂટશે? ટ્રેડ લેતા પહેલા આ માર્કેટ રિપોર્ટ ખાસ વાંચો.

અપડેટેડ 09:17:31 AM Jun 08, 2026 પર
Story continues below Advertisement
ભલે બજારમાં વચ્ચે-વચ્ચે વોલેટિલિટી જોવા મળી, પણ નીચેના મથાળેથી સતત આવતી ખરીદીએ ઇન્ડેક્સને પડવા દીધો નથી.

Nifty Bank Outlook Today: આજના ટ્રેડિંગ સેશનમાં એટલે કે 8 જૂનના રોજ રોકાણકારોની નજર મુખ્યત્વે નિફ્ટી બેંક પર જ ટકેલી છે. ગયા સપ્તાહે શુક્રવારે ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની જાહેરાત બાદ બજારમાં ખાસ્સો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. એક તરફ જ્યાં નિફ્ટી 50 તૂટીને લાલ નિશાનમાં બંધ થયો, ત્યાં જ નિફ્ટી બેંકે પોતાનું દમખમ બતાવ્યું અને પોઝિટિવ ઝોનમાં મજબૂત ક્લોઝિંગ આપ્યું.

4 દિવસની સળંગ તેજી અને બેંકોનું શાનદાર પ્રદર્શન

છેલ્લા કેટલાક દિવસોથી નિફ્ટી બેંકનું પ્રદર્શન નિફ્ટી 50 કરતા ઘણું સારું રહ્યું છે. શુક્રવારે સળંગ ચોથો દિવસ હતો જ્યારે આ ઇન્ડેક્સ મજબૂતી સાથે બંધ રહ્યો. આ ચાર દિવસના ગાળામાં જ નિફ્ટી બેંક 850 પોઇન્ટ કરતા વધુ ઉછળ્યો છે. તે પોતાના 54,320 ના 20-દિવસના મૂવિંગ એવરેજની ઉપર ટકી રહેવામાં સફળ રહ્યો છે.

ભલે બજારમાં વચ્ચે-વચ્ચે વોલેટિલિટી જોવા મળી, પણ નીચેના મથાળેથી સતત આવતી ખરીદીએ ઇન્ડેક્સને પડવા દીધો નથી. બેંકોની વાત કરીએ તો ગયા સપ્તાહે ફેડરલ બેંક સૌથી વધુ 5% ઉછળ્યો હતો. બીજી તરફ HDFC બેંક અને ICICI બેંકમાં ભલે મોટી તેજી નહોતી, પરંતુ તેમની સ્થિર ચાલ જ નિફ્ટી બેંકને બેલેન્સ કરવામાં મદદરૂપ સાબિત થઈ.

કયા છે નિફ્ટી બેંક માટે સૌથી મહત્વના લેવલ?


માર્કેટ એનાલિસ્ટ્સ માને છે કે વીકલી લેવલ પર 20-DMA ની ઉપર બંધ આપવું એ એક પોઝિટિવ અને મજબૂત સંકેત છે. પણ બુલ્સ માટે હજુ રસ્તો પૂરો સાફ નથી.ઉપરની તરફ 54,800 થી 55,000 નો ઝોન નિફ્ટી બેંક માટે મોટો અવરોધ બનીને ઊભો છે. શુક્રવારનો ઇન્ટ્રા-ડે હાઈ 54,865 પાર કરવો એ બજાર માટે પહેલો મોટો પડકાર રહેશે.જો સપોર્ટની વાત કરીએ તો, ગયા આખા સપ્તાહે નિફ્ટી બેંકે 53,000 નું લેવલ એકદમ મજબૂતીથી પકડી રાખ્યું હતું.

ખરીદી કરવી કે વેચવાલી? માર્કેટ એક્સપર્ટ્સની સલાહ

બજારના ટોચના નિષ્ણાતો નિફ્ટી બેંકની ચાલ પર બારીક નજર રાખીને બેઠા છે.એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા જણાવે છે કે નિફ્ટી બેંક અત્યારે કોન્સોલિડેશન ફેઝમાં છે, એટલે કે તે એક સીમિત દાયરામાં રમી રહ્યો છે. જો ઇન્ડેક્સ 55,200 ની ઉપર મજબૂતીથી ક્લોઝિંગ આપે તો જ તેમાં એક મોટો બ્રેકઆઉટ જોવા મળશે. એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહના મતે, 54,100 થી 54,000 ના ઝોનમાં સારો સપોર્ટ છે. સામે 55,000 થી 55,100 વચ્ચે મજબૂત રેઝિસ્ટન્સ છે. જો નિફ્ટી બેંક આ અડચણ પાર કરી લેશે, તો શોર્ટ કવરિંગના સથવારે તે સીધો 55,400 સુધી જઈ શકે છે.

કોટક સિક્યોરિટીઝના અમોલ અઠાવલે ચાર્ટ પર એક આશાસ્પદ રિવર્સલ પેટર્ન જોઈ રહ્યા છે. તેઓ 54,000 અને 53,500 ને મુખ્ય સપોર્ટ માને છે. જ્યાં સુધી નિફ્ટી બેંક આ લેવલની ઉપર ટકેલો છે, ત્યાં સુધી 55,500 થી 56,000 સુધીની સફર નક્કી થઈ શકે છે. પરંતુ જો 53,500 નું લેવલ તૂટે, તો ટ્રેડર્સે તાત્કાલિક પોતાની લોંગ પોઝિશન ખાલી કરવા પર વિચાર કરવો જોઈએ.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો-Stocks to Watch: બે SME લિસ્ટિંગ સાથે બજારમાં મોટી હલચલની તૈયારી, Hindustan Zinc, Lenskart, HG Infra સહિત આ સ્ટૉક્સ પર રાખો ખાસ નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jun 08, 2026 9:17 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.