Market cues : 23800-24300ની વચ્ચે અટવાયો નિફ્ટી, જાણો 14 જુલાઈ માટે માર્કેટના મહત્વના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ
મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે નિફ્ટી 23,800 થી 24,300 ની રેન્જમાં ફસાયો છે. જાણો 14 જુલાઈ માટે બજારની ચાલ, નિફ્ટી-બેંક નિફ્ટીના સપોર્ટ લેવલ અને એક્સપર્ટ્સની ટ્રેડિંગ ટિપ્સ.
India VIX: માર્કેટમાં ભવિષ્યની વોલેટિલિટી દર્શાવતો આ ઇન્ડેક્સ 3.54% વધીને 13.75 પર પહોંચી ગયો છે. જો આ આંકડો 15 ની ઉપર જશે, તો બુલિશ ટ્રેડર્સ માટે મોટું જોખમ ઉભું થઈ શકે છે.
Trade setup for today : ભારતીય શેરબજારમાં અત્યારે 'વેઇટ એન્ડ વોચ' નો માહોલ જોવા મળી રહ્યો છે. મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે બજાર એક સીમિત દાયરામાં અટવાયું છે. 14 જુલાઈના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીની સળંગ ત્રણ દિવસની તેજી પર બ્રેક લાગી અને તે 0.66 ટકાના ઘટાડા સાથે બંધ થયો.
છેલ્લા 4 સેશનથી નિફ્ટી 23,800 થી 24,300 ની રેન્જમાં જ ઉપર-નીચે થઈ રહ્યો છે. જ્યાં સુધી બજાર આ રેન્જને કોઈ એક તરફ તોડશે નહીં, ત્યાં સુધી કોઈ મોટો ટ્રેન્ડ જોવા નહીં મળે.
નિફ્ટી માટે શું છે નિષ્ણાતોની સલાહ?
એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ટેકનિકલ એનાલિસ્ટ કપિલ શાહના મતે, બજારમાં અત્યારે કોઈ સ્પષ્ટ દિશા દેખાતી નથી.
છેલ્લા 20 સેશનથી નિફ્ટી 23,800-24,500 ની રેન્જમાં જ ઘૂમી રહ્યો છે. અત્યારે બજારમાં નવી તેજી પાછળ દોડવા કરતા ઘટાડે ખરીદીની રણનીતિ અપનાવવી વધુ ફાયદાકારક રહેશે.24,000 થી 23,800 નો ઝોન એક મજબૂત સપોર્ટ છે, જ્યાં નવી ખરીદી જોવા મળી શકે છે. જો નિફ્ટી 24,600 ની ઉપર નીકળશે, તો જ બજારમાં નવી બુલિશ રેલી કન્ફર્મ થશે.
Nifty 50 ના મહત્વના લેવલ્સ
ડેઈલી ચાર્ટ પર નિફ્ટીએ બેરિશ કેન્ડલ બનાવી છે, જે દર્શાવે છે કે બજારમાં અત્યારે મજબૂત મોમેન્ટમનો અભાવ છે. 24,027, 23,995 અને છેલ્લો સપોર્ટ 23,944 છે. 24,000 નું લેવલ તાત્કાલિક સપોર્ટનું કામ કરશે.
ઉપરની તરફ 24,129, 24,160 અને 24,211 પર નિફ્ટીને અવરોધનો સામનો કરવો પડી શકે છે.
બેંક નિફ્ટીની સ્થિતિ
બેંકિંગ ઇન્ડેક્સમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને તે 1.15 ટકા ગગડીને બંધ થયો હતો. જોકે, બેંક નિફ્ટી હજુ પણ તેના તમામ મહત્વના મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જે દર્શાવે છે કે તેનો લોંગ-ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ છે.
57,318, 57,188 અને છેલ્લો મજબૂત સપોર્ટ 56,977 છે. ઉપરની તરફ 57,741, 57,872 અને 58,083 નું લેવલ પાર કરવું જરૂરી છે.
FII અને DII ના રોકાણના આંકડા
બજારના ઘટાડા વચ્ચે 14 જુલાઈએ વિદેશી રોકાણકારોએ 739 કરોડ રૂપિયાના શેરો વેચ્યા હતા. જ્યારે તેની સામે સ્થાનિક રોકાણકારોએ બજારને પૂરો સપોર્ટ આપ્યો અને 2,927 કરોડ રૂપિયાની જંગી ખરીદી કરી છે.
ઇન્ડિયા VIX અને પુટ-કોલ રેશિયો
India VIX: માર્કેટમાં ભવિષ્યની વોલેટિલિટી દર્શાવતો આ ઇન્ડેક્સ 3.54% વધીને 13.75 પર પહોંચી ગયો છે. જો આ આંકડો 15 ની ઉપર જશે, તો બુલિશ ટ્રેડર્સ માટે મોટું જોખમ ઉભું થઈ શકે છે.
Put-Call Ratio: બજારનો મૂડ દર્શાવતો PCR 1.43 થી ઘટીને 1.02 પર આવી ગયો છે, જે દર્શાવે છે કે તેજીનો જુવાળ થોડો ધીમો પડ્યો છે.
F&O બેન લિસ્ટ
ફ્યુચર એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં 14 જુલાઈ માટે પ્રતિબંધિત શેરોની સ્થિતિ નીચે મુજબ છે
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.