Policybazaar અને Paisabazaar પ્લેટફોર્મની પેરેન્ટ કંપની PB Fintechના શેરમાં 23 નવેમ્બરે લગભગ 7%ની તેજી જોવા મળી હતી. BSE પર શેર ₹1,090 પર બંધ થયો હતો. ખરીદી વધતાં શેર દિવસ દરમિયાન અગાઉના ક્લોઝિંગ ભાવથી લગભગ 9% સુધી ઉછળીને ₹1,113.35ના ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને ₹50,702 કરોડથી વધુ થઈ ગયું હતું. જોકે, શેરમાં ખરીદી વધવાનું કોઈ ખાસ કારણ સામે આવ્યું નથી.

