Pharma stocks Fell: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ જાહેરાતો બાદ આજે, 26 સપ્ટેમ્બરે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. ટ્રમ્પે બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓની આયાત પર 100% ટેરિફની જાહેરાત કરી. આ ટેરિફ 1 ઓક્ટોબર, 2025 થી અમલમાં આવશે.