ડોલર સામે રૂપિયો 99 સુધી ગગડી શકે છે, કોટક સિક્યોરિટીઝે આપી મોટી ચેતવણી, જાણો અર્થતંત્ર પર શું પડશે અસર | Moneycontrol Gujarati
Get App

ડોલર સામે રૂપિયો 99 સુધી ગગડી શકે છે, કોટક સિક્યોરિટીઝે આપી મોટી ચેતવણી, જાણો અર્થતંત્ર પર શું પડશે અસર

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં મોટો કડાકો બોલી શકે છે. કોટક સિક્યોરિટીઝના રિપોર્ટ મુજબ રૂપિયો 99 ના સ્તર સુધી ગગડી શકે છે. જાણો આ ઘટાડા પાછળના કારણો.

અપડેટેડ 06:18:14 PM Oct 01, 2026 પર
Story continues below Advertisement
એક્સપર્ટ્સના મતે, જો રૂપિયાનો 97 નો આંકડો તૂટશે, તો મુશ્કેલીમાં ઓર વધારો થશે અને રૂપિયો 98.5 થી લઈને 99 સુધી પહોંચી શકે છે.

ભારતીય અર્થવ્યવસ્થા અને કરન્સી માર્કેટ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત દબાણનો સામનો કરી રહ્યો છે. કોટક સિક્યોરિટીઝના કરન્સી અને રિસર્ચ હેડ અનિંદ્ય બેનર્જીએ એક મોટી ચેતવણી આપતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં જ રૂપિયો ડોલર સામે 97 ના સ્તર સુધી ગગડી શકે છે.

જો આ લેવલ તૂટ્યું તો વધશે મુશ્કેલી

એક્સપર્ટ્સના મતે, જો રૂપિયાનો 97 નો આંકડો તૂટશે, તો મુશ્કેલીમાં ઓર વધારો થશે અને રૂપિયો 98.5 થી લઈને 99 સુધી પહોંચી શકે છે. જોકે ભારતની આર્થિક સ્થિતિ હજુ પણ ઘણી મજબૂત છે, પરંતુ કેટલાક વૈશ્વિક પરિબળો રૂપિયા માટે મોટો ખતરો ઊભો કરી રહ્યા છે.

ચાલો જાણીએ રૂપિયામાં થઈ રહેલા આ ધોવાણ પાછળના મુખ્ય કારણો

વિદેશી રોકાણકારોની મોટી વેચવાલી


આ મહિનામાં જ વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી આશરે 6.1 અબજ ડોલર પાછા ખેંચી લીધા છે. છેલ્લા બે મહિનામાં આવેલું 90% વિદેશી રોકાણ હવે પાછું જતું રહ્યું છે. FCNR(B) દ્વારા જે પૈસા આવ્યા તે સીધા બજારમાં જવાના બદલે RBI ના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ગયા છે, જેથી રૂપિયાને તેનો સીધો ફાયદો મળ્યો નથી.

ક્રૂડ ઓઈલ અને મોંઘા ઈંધણનો માર

રૂપિયા પર મોંઘા કાચા તેલનું ભારે દબાણ છે. માત્ર બ્રેન્ટ ક્રૂડ જ નહીં, પરંતુ સ્પોટ ક્રૂડ, ફ્રેઈટ અને રિફાઈન્ડ પ્રોડક્ટ્સના ભાવ પણ વધ્યા છે. દુનિયાભરમાં રિફાઇનરી સંબંધિત સમસ્યાઓના કારણે ડીઝલ અને એવિએશન ફ્યુઅલ  મોંઘા થયા છે. આનાથી ભારતનું ઇમ્પોર્ટ બિલ વધી રહ્યું છે, જે મોંઘવારી વધારે છે.

અમેરિકામાં 10 વર્ષ કે તેથી વધુ સમયગાળાના લાંબા ગાળાના બોન્ડની યીલ્ડ ઝડપથી વધી છે. મોટી અમેરિકન ટેક કંપનીઓ દ્વારા લેવામાં આવતી લોનને કારણે ફંડની માંગ વધી છે, જેની સીધી નકારાત્મક અસર ગ્લોબલ માર્કેટ અને રૂપિયા પર પડી રહી છે.

આરબીઆઈ લઈ શકે છે મોટા પગલાં

રૂપિયાને વધુ ગગડતો અટકાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બજારમાં પોતાની દરમિયાનગીરી વધારી શકે છે. બેનર્જીના મતે, આગામી મહિનાઓમાં RBI વ્યાજદરમાં વધારો કરી શકે છે. ડિસેમ્બર મહિનામાં પણ દર વધવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, RBI માત્ર અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણયોની કોપી નહીં કરે, પરંતુ ભારતની સ્થાનિક મોંઘવારીને ધ્યાનમાં રાખીને જ 'પોઝિટિવ રિયલ ઇન્ટરેસ્ટ રેટ' જાળવી રાખવા પર ફોકસ કરશે.

આ પણ વાંચો-El Nino effect: અલ નીનોની અસરથી બગડશે ઘરનું બજેટ! ચોખા, તુવેર દાળ અને ખાદ્યતેલના ભાવે આપ્યા મોંઘવારીના મોટા સંકેત

MoneyControl News

MoneyControl News

First Published: Oct 01, 2026 6:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.