જો તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. સેબીએ સ્ટોક માર્કેટના ઇન્વેસ્ટર્સને ચેતવણી આપી છે. સેબીએ ઇન્વેસ્ટર્સને ઓનલાઈન ટ્રેડિંગ અથવા 'ગેમિંગ' પ્લેટફોર્મ દ્વારા ટ્રાન્જેક્શન કરવા સામે ચેતવણી આપી છે. સેબીએ ઇન્વેસ્ટર્સને રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ દ્વારા જ વેપાર કરવાનું સૂચન કર્યું હતું. તમને જણાવી દઈએ કે SEBI એ લિસ્ટેડ કંપનીઓના શેરની કિંમતના ડેટાના આધારે લોકોને ઓનલાઈન ટ્રેડિંગ સેવાઓ અથવા પેપર ટ્રેડિંગ અથવા ફિક્શન ગેમ્સ ઓફર કરતી કેટલીક એપ્સ/વેબ એપ્લિકેશન્સ/પ્લેટફોર્મના મામલાઓને ધ્યાનમાં લીધા પછી આ કન્સલ્ટેશન સ્ટેટમેન્ટ જારી કર્યું છે.