Closing Bell : સેન્સેક્સ 210 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,650ની નીચે સરક્યો, હવે સૌની નજર RBIની પોલિસી પર | Moneycontrol Gujarati
Get App

Closing Bell : સેન્સેક્સ 210 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,650ની નીચે સરક્યો, હવે સૌની નજર RBIની પોલિસી પર

શેરબજારમાં આજે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સેન્સેક્સ 210 પોઈન્ટ તૂટીને 78,428 પર અને નિફ્ટી 24,650 ની નીચે બંધ થયો. રોકાણકારોની નજર હવે RBI ની પોલિસી પર. લેટેસ્ટ માર્કેટ અપડેટ જાણો.

અપડેટેડ 04:09:48 PM Aug 04, 2026 પર
Story continues below Advertisement
નિફ્ટીમાં આજે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, HDFC લાઈફ, મેક્સ હેલ્થકેર, બજાજ ઓટો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

Closing Bell : ભારતીય શેરબજારમાં 4 ઓગસ્ટના રોજ ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો હતો. આજના કારોબારી સત્રના અંતે બજાર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયું છે. રોકાણકારોમાં થોડી સાવચેતી જોવા મળી રહી છે, કારણ કે હવે સૌની નજર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આગામી પોલિસી પર ટકેલી છે.

આજના બજારની સ્થિતિના મુખ્ય આંકડા

બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના ઇન્ડેક્સ તૂટ્યા હતા. સેન્સેક્સ 210.08 પોઈન્ટ એટલે કે 0.27 ટકાના ઘટાડા સાથે 78,428.95ના સ્તરે બંધ થયો. નિફ્ટી 159.40 પોઈન્ટ એટલે કે 0.64 ટકા તૂટીને 24,614.90 ના સ્તરે આવી ગયો. મહત્વની વાત એ છે કે નિફ્ટી 24,650 ની સપાટીની નીચે સરકી ગયો છે. આજે બજારમાં લગભગ 2030 શેરોમાં ખરીદી જોવા મળી, જ્યારે 2037 શેરોમાં વેચવાલી નોંધાયો હતો. આ સિવાય 174 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર થયો ન હતો.

કયા શેરમાં થયો નફો અને કયા શેરમાં નુકસાન?

ટોપ લૂઝર્સ


નિફ્ટીમાં આજે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, HDFC લાઈફ, મેક્સ હેલ્થકેર, બજાજ ઓટો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

ટોપ ગેનર્સ

હિંડાલ્કો, ટ્રેન્ટ, અપોલો હોસ્પિટલ્સ, જિયો ફાઇનાન્શિયલ અને ઇટરનલના શેરોમાં સારી ખરીદી નીકળતા તેઓ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.

સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ: IT અને બેન્કિંગમાં દબાણ

આજના સત્રમાં મોટાભાગના સેક્ટરમાં નિરાશા જોવા મળી છે.માત્ર મેટલ અને મીડિયા સેક્ટરમાં જ તેજી રહી હતી અને તેઓ વધારા સાથે બંધ થયા હતા. આ સિવાય ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી, ઇન્ફ્રા, પ્રાઇવેટ બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને FMCG સેક્ટરમાં 0.5 ટકાથી લઈને 2 ટકા સુધીનો મોટો કડાકો નોંધાયો છે. જો બ્રોડર માર્કેટની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.3 ટકા તૂટ્યો હતો. જોકે, સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.2 ટકાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો-ડિજિટલ પેમેન્ટ પર હવે ચાર્જ લાગશે? UPI ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, લોકસભામાં આવશે નવું બિલ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 04, 2026 4:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.