Closing Bell: સેન્સેક્સ દિવસની ટોચથી 350 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24400ની નીચે બંધ, Trent અને Adaniના શેર ગગડ્યા | Moneycontrol Gujarati
Get App

Closing Bell: સેન્સેક્સ દિવસની ટોચથી 350 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24400ની નીચે બંધ, Trent અને Adaniના શેર ગગડ્યા

આજના શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. શરૂઆતી તેજી બાદ માર્કેટ તૂટ્યું, સેન્સેક્સ 104 પોઈન્ટ અને નિફ્ટી 31 પોઈન્ટ ઘટીને બંધ. જાણો કયા શેર્સમાં થઈ કમાણી અને ક્યાં થયું નુકસાન.

અપડેટેડ 03:49:30 PM Jul 07, 2026 પર
Story continues below Advertisement
દિવસના બીજા હાફમાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતી તેજી ધોવાઈ ગઈ અને બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા.

Closing Bell: આજના શેરબજારમાં રોકાણકારોને ભારે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે. સવારે સારા ઉછાળા સાથે ખૂલેલું બજાર દિવસના અંતે પોતાની તેજી ટકાવી શક્યું ન હતું. છેલ્લા 4 દિવસથી માર્કેટમાં ચાલી આવતી તેજી આજે અટકી ગઈ છે. ઈન્ટ્રાડેમાં નિફ્ટી 24400 ની નીચે આવી ગયો હતો, જ્યારે સેન્સેક્સમાં પણ ઘટાડો નોંધાયો છે.

સવારના સેશનમાં કેવી હતી સ્થિતિ?

આજે સવારે જ્યારે માર્કેટ ખૂલ્યું, ત્યારે ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો હોવા છતાં IT, બેન્ક અને ફાઇનાન્શિયલ શેર્સના સપોર્ટથી માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી.બપોરે 12:00 વાગ્યા સુધીમાં નિફ્ટી 50  ઇન્ડેક્સ 94.95 પોઈન્ટ (0.39 ટકા) વધીને 24525.30 ના સ્તર પર પહોંચી ગયો હતો. જ્યારે સેન્સેક્સ354.26 પોઈન્ટ (0.45 ટકા) ના ઉછાળા સાથે 78639.33 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.જોકે, આ સમયે પણ મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં નબળાઈ જોવા મળી રહી હતી.

માર્કેટ ક્લોઝિંગ: ટોચ પરથી પટકાયું બજાર

દિવસના બીજા હાફમાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતી તેજી ધોવાઈ ગઈ અને બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા.


સેન્સેક્સ ક્લોઝિંગ: 104.35 પોઈન્ટ (0.13 ટકા) ના ઘટાડા સાથે 78180.72 પર બંધ થયો.

નિફ્ટી ક્લોઝિંગ: 31.65 પોઈન્ટ (0.13 ટકા) તૂટીને 24398.70 ના સ્તરે બંધ થયો.

માર્કેટ બ્રેડ્થની વાત કરીએ તો આજે વેચવાલીનું દબાણ વધુ હતું. કુલ 1492 શેર્સમાં વધારો જોવા મળ્યો, જ્યારે 2554 શેર્સમાં ઘટાડો નોંધાયો છે. 155 શેર્સના ભાવમાં કોઈ જ ફેરફાર થયો નથી.

આજના ટોપ ગેનર્સ

આજે IT સેક્ટરના શેર્સે બજારને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં આ કંપનીઓ સામેલ રહી.

ઇન્ફોસિસ

ટેક મહિન્દ્રા

HCL ટેક્નોલોજીસ

ટાઇટન કંપની

SBI લાઈફ ઇન્શ્યોરન્સ

આજના ટોપ લૂઝર્સ

બીજી તરફ, કેટલાક દિગ્ગજ શેર્સમાં ભારે વેચવાલીને કારણે રોકાણકારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ટ્રેન્ટ (Trent) - અંદાજે 9% નો મોટો કડાકો

અદાણી એન્ટરપ્રાઇઝ

ભારત ઇલેક્ટ્રોનિક્સ

અદાણી પોર્ટ્સ

સિપ્લા

સેક્ટોરલ ઇન્ડેક્સ પર એક નજર

આજે માર્કેટમાં સેક્ટર મુજબ પણ મિશ્ર પ્રદર્શન જોવા મળ્યું. મોટાભાગના સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી IT સેક્ટરમાં સૌથી વધુ 2.4 ટકાની શાનદાર તેજી જોવા મળી. આ ઉપરાંત નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પણ 0.9 ટકા વધ્યો હતો. સૌથી વધુ નુકસાન રિયલ્ટી સેક્ટરને થયું છે, નિફ્ટી રિયલ્ટી 1.5 ટકા તૂટ્યો. આ સિવાય મેટલ સેક્ટરમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો. જ્યારે એનર્જી, ફાર્મા અને મીડિયા સેક્ટર પણ 0.7 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

બ્રોડર માર્કેટની સ્થિતિ

મુખ્ય ઇન્ડેક્સની સાથે સાથે નાના શેર્સમાં પણ દબાણ રહ્યું. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.4 ટકાનો ઘટાડો થયો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.55 ટકા તૂટીને બંધ રહ્યો.

આ પણ વાંચો-માઇક્રોસોફ્ટમાં 4800 કર્મચારીઓની છટણી, એક્ઝિક્યુટિવે કહ્યું- 'AI ના કારણે નથી ગઈ નોકરી, આ છે અસલી કારણ'

MoneyControl News

MoneyControl News

First Published: Jul 07, 2026 3:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.