Closing Bell: સેન્સેક્સ 570 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24,100 ની નીચે બંધ- જાણો કયા શેરોમાં થયું સૌથી મોટું ધોવાણ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: સેન્સેક્સ 570 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24,100 ની નીચે બંધ- જાણો કયા શેરોમાં થયું સૌથી મોટું ધોવાણ

14 જુલાઈએ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 570 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 24,100 ની નીચે સરકી ગયો. રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જાણો માર્કેટની સંપૂર્ણ લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 03:40:09 PM Jul 14, 2026 પર
Story continues below Advertisement
ચારેતરફ વેચવાલીના દબાણ વચ્ચે બે સેક્ટરોએ સારું પ્રદર્શન કર્યું હતું. નિફ્ટી ફાર્મા સેક્ટરમાં 1.02% ની શાનદાર તેજી જોવા મળી હતી. આ સાથે જ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પણ 0.60% ના વધારા સાથે મજબૂત સ્થિતિમાં બંધ રહ્યો હતો.

Closing Bell: 14 જુલાઈના રોજ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 570 પોઈન્ટના મોટા કડાકા સાથે બંધ થયો હતો. જ્યારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 પણ 24,100 ની મહત્વની સપાટી તોડીને નીચે સરકી ગયો હતો. બ્રોડર માર્કેટમાં પણ આજે નિરાશાજનક માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે રોકાણકારોના પોર્ટફોલિયો લાલ નિશાનમાં આવી ગયા હતા.

આજના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ શેરો

આજના ખરાબ માર્કેટમાં કેટલાક શેરોએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, તો કેટલાક શેરો તારણહાર પણ બન્યા.

Top Losers

નિફ્ટીમાં સામેલ HCL ટેક્નોલોજીસ, શ્રીરામ ફાઇનાન્સ, HDFC લાઇફ, ટાટા મોટર્સ અને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો અને આ શેરો ટોપ લૂઝર્સ રહ્યા હતા.


Top Gainers

પડતા બજારમાં પણ ભારતી એરટેલ, અપોલો હોસ્પિટલ્સ, સન ફાર્મા, સિપ્લા અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ જેવા શેરોમાં શાનદાર ખરીદી જોવા મળી હતી અને આ શેરો લીલા નિશાનમાં બંધ રહ્યા હતા.

સેક્ટોરલ પરફોર્મન્સ: રિયલ્ટી અને બેન્કિંગ સેક્ટરમાં કડાકો

સેક્ટર મુજબ જોઈએ તો આજે મોટાભાગના સેક્ટરમાં નબળાઈ હાવી રહી હતી. નિફ્ટી રિયલ્ટી સેક્ટરમાં સૌથી મોટું ગાબડું પડ્યું હતું, આ ઇન્ડેક્સ 2% તૂટ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી PSU બેન્ક 1.86%, નિફ્ટી ઓટો 1.65%, નિફ્ટી બેન્ક 1.20% અને નિફ્ટી IT સેક્ટર 1% ના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. અન્ય સેક્ટર્સમાં નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 0.91%, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.76%, નિફ્ટી FMCG 0.62%, નિફ્ટી મીડિયા 0.45%, નિફ્ટી ઇન્ફ્રા 0.41%, નિફ્ટી એનર્જી 0.10% અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.04% નો સામાન્ય ઘટાડો નોંધાયો હતો.

આ બે સેક્ટર્સે બજારને આપ્યો સપોર્ટ

ચારેતરફ વેચવાલીના દબાણ વચ્ચે બે સેક્ટરોએ સારું પ્રદર્શન કર્યું હતું. નિફ્ટી ફાર્મા સેક્ટરમાં 1.02% ની શાનદાર તેજી જોવા મળી હતી. આ સાથે જ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પણ 0.60% ના વધારા સાથે મજબૂત સ્થિતિમાં બંધ રહ્યો હતો.

બ્રોડર માર્કેટની સ્થિતિ

માત્ર દિગ્ગજ શેરો જ નહીં, પરંતુ નાના અને મધ્યમ કદના શેરોમાં પણ આજે ભારે દબાણ રહ્યું. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.6% ના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે નાના શેરોમાં વેચવાલી વધુ જોવા મળી, પરિણામે નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 1% તૂટીને બંધ થયો હતો.

આ પણ વાંચો-Tata Groupનો દબદબો, સતત 18માં વર્ષે બની સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ, ટોપ-10 માં માત્ર આ 1 કંપનીની વેલ્યુ ઘટી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 14, 2026 3:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.