Share Market Holiday: જો તમે શેર બજારમાં રોકાણ કરો છો કે ટ્રેડિંગ કરો છો, તો આવતા સપ્તાહનું શિડ્યુઅલ જાણી લેવું તમારા માટે ખૂબ જરૂરી છે. 14 એપ્રિલ, મંગળવારના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે શેર બજારમાં કોઈ જ કામકાજ નહીં થાય. રોકાણકારોએ આ રજાને ધ્યાનમાં રાખીને પોતાના ટ્રેડનું આયોજન કરવું પડશે.
આવતા અઠવાડિયે માત્ર 4 દિવસ થશે ટ્રેડિંગ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) 14 એપ્રિલે (મંગળવારે) સંપૂર્ણપણે બંધ રહેશે. સામાન્ય રીતે દર શનિવાર અને રવિવારે શેર બજારમાં રજા જ હોય છે. આથી, આવતા અઠવાડિયે ટ્રેડિંગ માટે 5 દિવસની જગ્યાએ માત્ર 4 દિવસનો જ સમય મળશે.
MCXના ટાઈમ ટેબલમાં ફેરફાર
માત્ર ઈક્વિટી માર્કેટ જ નહીં, કોમોડિટી એક્સચેન્જ (MCX) માં પણ 14 એપ્રિલે ટ્રેડિંગ સમયમાં ફેરફાર રહેશે. મંગળવારે સવારના સેશનમાં MCX સંપૂર્ણ બંધ રહેશે. જોકે કમાણી કરવાની તક સાંજે મળશે, કારણ કે સાંજના સેશનમાં MCX રાબેતા મુજબ ખુલ્લું રહેશે.
એપ્રિલ અને મે મહિનામાં આવનારી અન્ય રજાઓ એપ્રિલ અને મે મહિનામાં શેર બજારમાં કેટલીક મહત્વની રજાઓ આવી રહી છે, જેનું લિસ્ટ નીચે મુજબ છે:
એપ્રિલની રજાઓ: એપ્રિલ મહિનામાં બજારમાં કુલ 2 રજાઓ છે. અગાઉ 3 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે બજાર બંધ હતું અને હવે 14 એપ્રિલે બંધ રહેશે.
1 મે (મહારાષ્ટ્ર દિવસ): આવતા મહિનાની પહેલી તારીખે એટલે કે 1 મે ના રોજ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે BSE અને NSE બંધ રહેશે. આ દિવસે શુક્રવાર હોવાથી શનિ-રવિની રજા મળીને રોકાણકારોને સળંગ 3 દિવસની રજા (Long Weekend) મળશે. આ દિવસે પણ MCX સવારે બંધ રહેશે અને સાંજે ચાલુ રહેશે.
28 મે (બકરી ઈદ): 28 મે, ગુરુવારના રોજ બકરી ઈદના પર્વને કારણે પણ શેર માર્કેટમાં રજા રહેશે.
10 એપ્રિલે બજારમાં શાનદાર જમ્પ રજાઓ સિવાય જો બજારની ગતિવિધિની વાત કરીએ તો, 10 એપ્રિલે અઠવાડિયાના છેલ્લા દિવસે માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી. આંકડાકીય માહિતી પર નજર કરીએ તો:
બપોરે 2 વાગ્યાની આસપાસ નિફ્ટીમાં 1.01 ટકાનો ઉછાળો આવ્યો હતો. 240 પોઈન્ટ વધીને નિફ્ટી 24016 ના લેવલ પર ટ્રેડ થતો જોવા મળ્યો, જેણે ફરી એકવાર 24000 ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી લીધું. બીજી તરફ, સેન્સેક્સ પણ પાછળ રહ્યો ન હતો. સેન્સેક્સ 1.07 ટકા ઉછળીને 815 પોઈન્ટના વધારા સાથે 77453 ના સ્તરે પહોંચી ગયો હતો.
આ શેર્સમાં જોવા મળી સારી એવી તેજી 10 એપ્રિલના રોજ અમુક ચોક્કસ કંપનીઓના શેરમાં સારું એવું આકર્ષણ જોવા મળ્યું હતું. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 6.7 ટકા અને લોઢા ડેવલપર્સના શેરમાં 5.47 ટકાની મોટી તેજી જોવા મળી હતી. આ ઉપરાંત સિમેન્સ, એશિયન પેઇન્ટ્સ અને ABB ના શેર્સ પણ ગ્રીન ઝોનમાં સારા ઉછાળા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
રોકાણકારો અને ટ્રેડર્સે 14 એપ્રિલની રજા અને આગામી મે મહિનામાં આવતી રજાઓને ધ્યાનમાં રાખીને જ પોતાની માર્કેટની પોઝીશન અને ટ્રેડિંગ સ્ટ્રેટેજી સેટ કરવી જોઈએ, જેથી કોઈ નુકસાન ન જાય.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.