શેરબજારમાં આજે તેજી જોવા મળી છે. સેન્સેક્સ ઉછળ્યો અને નિફ્ટી 24350 ને પાર થયો. HDFC અને Axis Bank ના શેરમાં તેજી, કોટક બેંક ડાઉન. જાણો લેટેસ્ટ માર્કેટ અપડેટ.
ગ્લોબલ માર્કેટમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. શરૂઆતમાં GIFT Nifty એ થોડી ધીમી શરૂઆતનો ઈશારો કર્યો હતો, અને તેના ફ્યુચર્સ 24,354 પર ફ્લેટ ટ્રેડ કરી રહ્યા હતા.
Share Market : ભારતીય શેરબજારમાં 6 જુલાઈના રોજ મિશ્ર ગ્લોબલ સંકેતો વચ્ચે પણ સારી શરૂઆત જોવા મળી છે. શરૂઆતી કારોબારમાં જ નિફ્ટી 24300 ની આસપાસ ખુલ્યો હતો અને જોતજોતામાં 24350 નો આંકડો પાર કરી ગયો હતો. સેન્સેક્સ પણ 232.14 પોઈન્ટ (0.30 ટકા) ના ઉછાળા સાથે 77,996.05 પર ખુલ્યો હતો. બીજી બાજુ નિફ્ટી 65.70 પોઈન્ટ (0.27 ટકા) વધીને 24,336.55 ના સ્તર પર જોવા મળ્યો હતો.
બજારમાં ઓવરઓલ પોઝિટિવ માહોલ છે. આંકડાઓની વાત કરીએ તો, લગભગ 1486 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે, જ્યારે 1065 શેરોમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત 234 શેરો એવા છે જેમાં કોઈ ફેરફાર થયો નથી.
કયા શેરમાં કમાણી અને કયામાં નુકસાન?
નિફ્ટી 50 ઈન્ડેક્સમાં બેંકિંગ શેરોમાં સૌથી વધુ હલચલ જોવા મળી રહી છે. રોકાણકારો નીચે મુજબના શેરો પર નજર રાખી શકે છે:
આજના ટોપ ગેનર્સ
એક્સિસ બેંક, HDFC બેંક, ભારત ઈલેક્ટ્રોનિક્સ, અદાણી એન્ટરપ્રાઈઝ અને ICICI બેંકના શેરમાં સારી એવી તેજી જોવા મળી છે.
આજના ટોપ લુઝર્સ
કોટક મહિન્દ્રા બેંક, TCS, ટેક મહિન્દ્રા, વિપ્રો અને ઈન્ટરગ્લોબ એવિએશનના શેરોમાં આજે વેચવાલી અને નુકસાન જોવા મળ્યું છે.
ગ્લોબલ માર્કેટ અને GIFT Nifty ના સંકેતો
ગ્લોબલ માર્કેટમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. શરૂઆતમાં GIFT Nifty એ થોડી ધીમી શરૂઆતનો ઈશારો કર્યો હતો, અને તેના ફ્યુચર્સ 24,354 પર ફ્લેટ ટ્રેડ કરી રહ્યા હતા. રોકાણકારો હાલમાં US ફેડરલ રિઝર્વની જૂન મહિનાની મીટિંગની 'મિનિટ્સ' ની રાહ જોઈ રહ્યા છે, જે આ અઠવાડિયાના અંતમાં જાહેર થવાની છે. તેની સીધી અસર બજાર પર પડી શકે છે.
બીજી તરફ, સોમવારે સવારે એશિયન બજારોમાં સારો માહોલ રહ્યો હતો. ટેકનોલોજી શેરોમાં ઉછાળો અને ક્રૂડ ઓઇલના ઘટતા ભાવના કારણે એશિયાના બજારો ગ્રીન ઝોનમાં હતા. દક્ષિણ કોરિયાનો કોસ્પી (Kospi) 0.62 ટકા અને ચીનનો CSI 300 ઈન્ડેક્સ 0.26 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યા હતા.
ક્રૂડ ઓઇલ, સોનું અને ચાંદીની સ્થિતિ
ક્રૂડ ઓઇલ: તેલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈ ફ્યુચર કોન્ટ્રાક્ટ 0.47 ટકા ઘટીને 71.78 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ OPEC+ દેશો દ્વારા ઓગસ્ટ મહિનાથી તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય છે. વળી, હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર શાંતિથી ચાલુ હોવાથી ભૌગોલિક તણાવમાં પણ ઘટાડો થયો છે.
સોનું-ચાંદી : બુલિયન માર્કેટમાં ચમક યથાવત છે. સોનાના ફ્યુચર્સ 2.11 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે ચાંદીમાં પણ 3.56 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.