Share Market Strategy: ટ્રમ્પની આશા અને ઈરાનની જીદ વચ્ચે બજાર અટવાયું, 23050-23450ની રેન્જ મહત્વની, જાણો અનુજ સિંઘલનો ‘સર્વાઈવલ મંત્ર’
Share Market Strategy: શેરબજારમાં અત્યારે વોલેટિલિટી છે. ક્રૂડ ઓઈલ $100ને પાર છે. ટ્રમ્પના નિવેદન અને ઈરાનની શરતો વચ્ચે ટ્રેડર્સે શું કરવું? જાણો અનુજ સિંઘલની ઈન્ટ્રાડે અને લોંગ ટર્મ સ્ટ્રેટેજી અને ઈન્ફોસિસના મોટા સમાચાર.
Share Market Strategy: શેરબજારમાં અત્યારે વોલેટિલિટી છે. ક્રૂડ ઓઈલ $100ને પાર છે.
Share Market Strategy: ભારતીય શેરબજાર અત્યારે વૈશ્વિક સંકેતો અને ભૌગોલિક તણાવ વચ્ચે ઝૂલી રહ્યું છે. એક તરફ ડૉનલ્ડ ટ્રમ્પ તરફથી શાંતિની આશા છે, તો બીજી તરફ ઈરાન પોતાની શરતો પર અડગ છે. આ અનિશ્ચિતતાના માહોલમાં નિફ્ટી માટે 23,050 થી 23,450ની રેન્જ ખૂબ જ મહત્વની બની ગઈ છે. સીએનબીસી-આવાઝના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલે હાલની સ્થિતિમાં રોકાણકારો અને ટ્રેડર્સ માટે ખાસ 'સર્વાઈવલ મંત્ર' આપ્યો છે. ચાલો વિગતે સમજીએ બજારની ચાલ અને રણનીતિ.
બજારનો હાલનો મૂડ અને અનુજ સિંઘલની સલાહ
અનુજ સિંઘલના મતે, હાલના માર્કેટમાં ટ્રેડિંગ માટે માત્ર ‘ઈન્ટ્રાડે' (Intraday) એપ્રોચ રાખવો જ હિતાવહ છે. જો તમારે સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય કે પોઝિશનલ વ્યૂ લેવો હોય, તો ઓવરનાઈટ ‘હેજિંગ' (Hedge) કરવું ફરજિયાત છે. બજારમાં બંને તરફના મુવમેન્ટના ચાન્સ છે, પરંતુ સાવચેતી જરૂરી છે.
સૌથી ચિંતાનો વિષય ક્રૂડ ઓઈલ છે. બ્રેન્ટ ક્રૂડ $100ની ઉપર ટકેલું રહે તે બજાર માટે બિલકુલ સારા સંકેત નથી. બુધવારે ક્રૂડ $95-100ની રેન્જમાં હતું અને $100 પર બંધ થયું, પરંતુ આજે સવારે તે સીધું $106ને પાર થઈ ગયું છે. આ દર્શાવે છે કે બજારને ડર છે કે યુદ્ધ હજુ પૂરું નથી થયું. જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો, તો એકીસાથે પૈસા રોકવાને બદલે ધીરે-ધીરે બજારમાં પૈસા નાખવા જોઈએ.
શું બજારનું બોટમ બની ગયું છે?
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું બજાર હવે અહીંથી ઉપર જશે? આ અંગે અનુજ સિંઘલ કહે છે કે, અત્યારે એમ કહેવું કે ‘બોર્ટમ બની ગયું છે', તે ઉતાવળ ગણાશે. એ વાત સાચી છે કે છેલ્લા 2 દિવસથી ખરીદી કરનારા (Longs) લોકોએ પૈસા બનાવ્યા છે, પરંતુ મુશ્કેલી એ છે કે આ તેજી તોડવા માટે માત્ર એક ખરાબ સમાચાર કાફી છે.
સામાન્ય રીતે બજાર એકવાર પોતાના નીચલા સ્તરને ફરીથી ટેસ્ટ કરતું હોય છે. તેથી, નિફ્ટીમાં 22,500નું લેવલ ફરી ટેસ્ટ થવાનું જોખમ હજુ પણ ઊભું છે. આ ઉપરાંત, ગ્લોબલી બોન્ડ યીલ્ડ વધી રહી છે, જે મોંઘવારી વધવાનો ઈશારો કરે છે. ક્રૂડની આ તેજી કંપનીઓના પરિણામો પર પણ અસર કરી શકે છે.
આજના મોટા ટ્રિગર્સ અને કરન્સી માર્કેટ
આજે બજાર માટે મહત્વનો દિવસ છે કારણ કે મંથલી એક્સપાયરી પહેલાનો દિવસ છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ વખતે એક્સપાયરી મંગળવારે નહીં, પરંતુ સોમવારે છે. બીજી તરફ, ડૉલર ઈન્ડેક્સ ફરી 100 તરફ વધી રહ્યો છે અને રૂપિયો કદાચ આજે 94નું લેવલ તોડી શકે છે. જ્યાં સુધી કરન્સી માર્કેટ સ્થિર નથી થતું, ત્યાં સુધી શેરબજારમાં સ્થિરતા આવવી મુશ્કેલ છે.
ટ્રમ્પ અને ઈરાન: યુદ્ધના ભણકારા વચ્ચે રાહતના સમાચાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ' (Truth Social) પર ડૉનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન પર હુમલાની રોક 10 દિવસ માટે વધારી દેવામાં આવી છે. હવે 6 એપ્રિલ સુધી એનર્જી ઠેકાણાઓ પર હુમલા નહીં થાય. આ નિર્ણય ઈરાન સરકારની વિનંતી બાદ લેવાયો છે અને વાતચીતમાં સારી પ્રગતિ હોવાનું ટ્રમ્પે જણાવ્યું છે.
જોકે, સામે પક્ષે ઈરાને યુદ્ધ પૂરું કરવા માટે કડક શરતો મૂકી છે. ટાર્ગેટ કિલિંગ અને હુમલાઓ સંપૂર્ણપણે બંધ થાય. ફરીથી યુદ્ધ ન થાય તેની મજબૂત ગેરંટી મળે. યુદ્ધમાં થયેલા નુકસાનનું વળતર મળે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) પર ઈરાનના અધિકારને માન્યતા મળે.
બજારનું ‘બોટમ’ શોધવાની ભૂલ કરશો નહીં
બજાર ક્યાં અટકશે એટલે કે તેનું બોટમ ક્યાં છે, તે સવાલ સૌથી મોંઘો સાબિત થઈ શકે છે. વિજય કેડિયાના શબ્દોમાં કહીએ તો, "બજારનું બોટમ માત્ર બે જ લોકો જાણે છે - એક ભગવાન અને બીજો જૂઠો માણસ." દરેક 1000 પોઈન્ટના ઘટાડા બાદ નવું બોટમ ધારવાથી કોઈ ફાયદો નથી થતો. જે લોકો 24,800ને બોટમ કહેતા હતા, તેઓ હવે 22,700ની વાત કરે છે. મહત્વનું એ છે કે પૈસા કેવી રીતે બનશે. ભલે FIIs એ થોડી શોર્ટ કવરિંગ કરી હોય, પરંતુ તેઓ ફરી ક્યારે વેચવાલી શરૂ કરે તે કહેવું મુશ્કેલ છે. બજારનો મોટો ટ્રેન્ડ હજુ પણ ‘Sell on Rise' એટલે કે નીચે તરફનો જ છે.
ઈન્ફોસિસના મોટા એક્વિઝિશન
આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસે હેલ્થકેર અને ઈન્શ્યોરન્સ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા બે મોટા સોદા કર્યા છે. Optimum Achieve Holdings: આ કંપનીને $465 Cr (કરોડ) માં ખરીદી છે. Stratus Global LLC: ઈન્શ્યોરન્સ સેક્ટરની આ કંપનીને $9.5 Cr (કરોડ) માં ખરીદી છે. આ બંને એક્વિઝિશનથી કંપનીની આવકમાં બહુ મોટો ફેરફાર નહીં પડે, પરંતુ બજાર માટે આ એક પોઝિટિવ સંકેત છે. અત્યાર સુધી ઈન્ફોસિસ પોતાની રોકડનો ઉપયોગ માત્ર ડિવિડન્ડ કે બાયબેક માટે કરતી હતી, હવે તે ગ્રોથ માટે પૈસા વાપરી રહી છે, જે એક સારો બદલાવ છે.
આજની ટ્રેડિંગ સ્ટ્રેટેજી
નિફ્ટી (Nifty Strategy): શરૂઆતના 30-45 મિનિટના ટ્રેડને માત્ર જુઓ. પહેલા કલાકનો હાઈ અને લો ખૂબ જ મહત્વનો રહેશે. નિફ્ટી માટે 23,050 થી 23,450ની રેન્જ મોટી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ પર નજર રાખીને સ્માર્ટલી ટ્રેડ કરવો પડશે.
બેંક નિફ્ટી (Bank Nifty Strategy): બેંક નિફ્ટીમાં ઉપરથી 10,000 પોઈન્ટનો ઘટાડો અને નીચેથી 2000-2500 પોઈન્ટની રિકવરી આવી છે. હાલમાં 53,000 થી 54,100ની મોટી રેન્જ છે. અહીં માત્ર લેવલ આધારિત ટ્રેડિંગ કામ નહીં કરે, સ્ક્રીન જોઈને જ નિર્ણય લેવો પડશે.
બજારમાં બંને બાજુ તકો છે, પરંતુ જોખમ પણ એટલું જ છે. ખરાબ દિવસોમાં સારા શેરો ધીરે-ધીરે જમા કરો અને ટ્રેડિંગમાં સ્ટોપલોસનો કડક અમલ કરો.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.