Stock Market Expert View: 20 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારમાં સતત બીજા સેશનમાં શાનદાર તેજી જોવા મળી હતી. નબળા વૈશ્વિક સંકેતો હોવા છતાં ખરાબ શરૂઆત બાદ બજારે જોરદાર રિકવરી કરી હતી. શરૂઆતના કારોબારમાં નિફ્ટી ગગડીને 25,345.20ના નીચલા સ્તરે આવી ગયો હતો, પરંતુ IT, રિયલ્ટી અને બેંકિંગ શેરોમાં નીકળેલી ધૂમ ખરીદીને કારણે નિફ્ટીએ 18 ફેબ્રુઆરી પછી પહેલીવાર 25,800ની સપાટી ફરી હાંસલ કરી લીધી હતી. નિફ્ટી દિવસ દરમિયાન 25,808.80ના હાઈ લેવલ સુધી પહોંચ્યો હતો અને અંતે 286.30 પોઈન્ટ (1.12%)ના ઉછાળા સાથે 25,800.60 પર બંધ થયો હતો. જ્યારે સેન્સેક્સ 897.96 પોઈન્ટ (1.08%) વધીને 83,919.71 પર બંધ રહ્યો હતો.

