Stock Market Holidays: નવેમ્બર મહિનો ભારતીય શેરબજાર અને રોકાણકારો માટે તહેવારોની ખુશીઓ લઈને આવી રહ્યો છે. જો તમે પણ શેરબજારમાં ટ્રેડિંગ કરો છો અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમારા માટે નવેમ્બર મહિનાની રજાઓનું લિસ્ટ જાણી લેવું ખૂબ જ જરૂરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કેલેન્ડર મુજબ, નવેમ્બર 2026 માં તહેવારો અને શનિ-રવિની રજાઓ મળીને શેરબજાર કુલ 10 દિવસ બંધ રહેશે.

