રોકાણકારો પર 5 લાખ કરોડની ધનવર્ષા: સેન્સેક્સમાં શાનદાર રિકવરી, નિફ્ટી ઉછળીને 24135ની પાર | Moneycontrol Gujarati
Get App

રોકાણકારો પર 5 લાખ કરોડની ધનવર્ષા: સેન્સેક્સમાં શાનદાર રિકવરી, નિફ્ટી ઉછળીને 24135ની પાર

શેરબજારમાં શાનદાર તેજી! સેન્સેક્સ અને નિફ્ટીમાં રિકવરી આવતા એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડથી વધુનો વધારો થયો. જાણો આજના માર્કેટની લેટેસ્ટ સ્થિતિ.

અપડેટેડ 04:22:28 PM Jul 09, 2026 પર
Story continues below Advertisement
બ્રોડર માર્કેટમાં પણ આજે સારી રોનક હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1% થી વધુ અને સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 1.5% થી વધુ ઉછળ્યો હતો.

Sensex-Nifty closes green: ગઈકાલના ભારે કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. સેન્સેક્સની 'વીકલી એક્સપાયરી' ના દિવસે બજારમાં ફરી રોનક પાછી ફરી છે અને સેન્સેક્સ-નિફ્ટી બંને મજબૂત વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા છે.

ગઈકાલે જ્યારે બજાર 2% થી વધુ તૂટ્યું હતું, ત્યારે વિદેશી રોકાણકારોએ સતત ચોથા દિવસે બજારમાં જંગી ખરીદી કરી હતી. રોકાણકારોના આ ભરોસાની પોઝિટિવ અસર આજે માર્કેટ પર સ્પષ્ટ જોવા મળી હતી.

સેન્સેક્સ અને નિફ્ટીની લેટેસ્ટ સ્થિતિ

આજના ટ્રેડિંગ સેશનમાં ખરીદદારોનો દબદબો રહ્યો. ઈન્ટ્રા-ડે દરમિયાન સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઉછળી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 24100 ની સપાટી વટાવી ગયો હતો. સેન્સેક્સ આજે સેન્સેક્સ 238.22 પોઈન્ટ (0.31%) ના વધારા સાથે 76,741.82 પર બંધ થયો છે. દિવસ દરમિયાન તેણે 77,326.65 ની ટોચ બનાવી હતી.

નિફ્ટી ઈન્ડેક્સ 80.75 પોઈન્ટ (0.34%) ની મજબૂતી સાથે 23,962.80 પર બંધ રહ્યો છે. દિવસ દરમિયાન નિફ્ટી ઉછળીને 24,134.70 ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.


રોકાણકારોની સંપત્તિમાં 5.35 લાખ કરોડનો જંગી વધારો

આજના આ ઉછાળાથી રોકાણકારોને બમ્પર ફાયદો થયો છે. ઓવરઓલ માર્કેટમાં આવેલી તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડથી વધુનો સીધો વધારો નોંધાયો છે. એક દિવસ પહેલા એટલે કે 08 જુલાઈ 2026 ના રોજ BSE પર લિસ્ટેડ તમામ શેરોનું કુલ માર્કેટ કેપ 4,70,67,521.74 કરોડ હતું. આજે 09 જુલાઈ 2026 ના રોજ આ આંકડો વધીને 4,76,03,292.31 કરોડ પર પહોંચી ગયો છે. આનો સીધો અર્થ એ થયો કે આજે બજારમાં રોકાણકારોની મૂડીમાં 5,35,770.57 કરોડનો જંગી વધારો થયો છે.

કયા સેક્ટરે આપ્યો સપોર્ટ?

આજે બજારને સૌથી મોટો સપોર્ટ PSU બેન્ક અને રિયલ્ટી સેક્ટર તરફથી મળ્યો હતો. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સમાં 3.54% ની જોરદાર તેજી આવી. PSU બેન્ક ઈન્ડેક્સ 1.5% થી વધુ વધ્યો. આ ઉપરાંત ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને FMCG સેક્ટરમાં પણ 0.5% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. માત્ર ઓટો અને આઈટી સેક્ટરમાં 0.5% થી ઓછો મામૂલી ઘટાડો નોંધાયો હતો.

નાના શેરોમાં જામી ખરીદી

બ્રોડર માર્કેટમાં પણ આજે સારી રોનક હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1% થી વધુ અને સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 1.5% થી વધુ ઉછળ્યો હતો.

આજે BSE પર કુલ 4416 શેરોમાં ટ્રેડિંગ થયું હતું. જેમાંથી,,,2896 શેરોના ભાવ વધ્યા. 1342 શેરોના ભાવ ઘટ્યા. 178 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 111 શેરોએ પોતાના 1 વર્ષની નવી ટોચ બનાવી, જ્યારે 79 શેરો 1 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા.

સેન્સેક્સના કયા શેરમાં નફો, કયામાં નુકસાન?

સેન્સેક્સ પર લિસ્ટેડ 30 માંથી 19 શેરો આજે પોઝિટિવ બંધ થયા છે.

સન ફાર્મા, ભારતી એરટેલ અને બજાજ ફિનસર્વના શેરમાં આજે સૌથી વધુ તેજી જોવા મળી. બીજી તરફ આઈટી અને ઓટો શેરોમાં વેચવાલી આવતા ઈન્ફોસિસ, મારુતિ અને NTPC માં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો-Closing Bell : ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ 238 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,950ને પાર- રિયલ્ટી શેરોમાં શાનદાર તેજી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 09, 2026 4:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.