શેરબજારમાં સળંગ 3 દિવસની રજા, 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે BSE-NSE અને બેંકો રહેશે બંધ, જાણો ક્યારે ખુલશે માર્કેટ | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં સળંગ 3 દિવસની રજા, 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે BSE-NSE અને બેંકો રહેશે બંધ, જાણો ક્યારે ખુલશે માર્કેટ

ગાંધી જયંતિના કારણે 2 ઓક્ટોબરે શેર બજાર અને બેંકો બંધ રહેશે. શનિ-રવિની રજા સાથે સળંગ 3 દિવસ માર્કેટમાં કામકાજ નહીં થાય. જાણો 1 ઓક્ટોબરની માર્કેટની સ્થિતિ અને બેંકિંગ સેવાઓની ડિટેલ.

અપડેટેડ 06:47:14 PM Oct 01, 2026 પર
Story continues below Advertisement
માત્ર શેરબજાર જ નહીં, પરંતુ કોમોડિટી એક્સચેન્જ પણ ગાંધી જયંતિના દિવસે બંધ રહેશે.

Stock Market Holiday: શેરબજારમાં રોકાણ કરતા અને રોજબરોજ ટ્રેડિંગ કરતા લોકો માટે એક જરૂરી સમાચાર છે. શુક્રવાર, 2 ઓક્ટોબરના રોજ શેરબજારમાં કોઈ જ કામકાજ નહીં થાય. ગાંધી જયંતિના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ સંપૂર્ણપણે બંધ રહેશે.

રોકાણકારો માટે સળંગ 3 દિવસની રજા

શેરબજાર અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ ખુલ્લું રહે છે. ગુરુવારે 1 ઓક્ટોબરે આ સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ હતો. હવે 2 ઓક્ટોબરે શુક્રવારની જાહેર રજા છે અને ત્યારબાદ 3 ઓક્ટોબર (શનિવાર) તથા 4 ઓક્ટોબર (રવિવાર) ની માર્કેટની નિયમિત રજા રહેશે. આનો સીધો અર્થ એ છે કે હવે શેરબજાર સીધું સોમવારે એટલે કે 5 ઓક્ટોબરના રોજ તેના નિયમિત સમયે ખુલશે.

કોમોડિટી માર્કેટ અને બેંકો પણ રહેશે બંધ

માત્ર શેરબજાર જ નહીં, પરંતુ કોમોડિટી એક્સચેન્જ પણ ગાંધી જયંતિના દિવસે બંધ રહેશે. MCX માં સવાર અને સાંજ એમ બંને સત્રમાં ટ્રેડિંગ થશે નહીં. અહીં પણ સોમવાર, 5 ઓક્ટોબરથી સામાન્ય કામકાજ શરૂ થશે. આ ઉપરાંત, તમામ સરકારી અને ખાનગી ઓફિસો સહિત દેશની તમામ બેંકો બંધ રહેશે. જેમાં સરકારી, પ્રાઇવેટ, કો-ઓપરેટિવ, ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને વિદેશી બેંકોની શાખાઓનો સમાવેશ થાય છે.


બેંકિંગ સેવાઓ પર અસર

બેંકોમાં રજા હોવાથી શુક્રવારે ચેક ક્લિયરિંગનું કામ અટકેલું રહેશે. જોકે, ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એટીએમ અને નેટ બેન્કિંગની સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

ઓક્ટોબરમાં દશેરાની પણ રજા આવશે

તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં શેરબજારમાં વધુ એક રજા આવવાની છે. 20 ઓક્ટોબર એટલે કે મંગળવારના રોજ દશેરાના પવિત્ર તહેવાર નિમિત્તે પણ BSE અને NSE માં કામકાજ બંધ રહેશે.

1 ઓક્ટોબરે શેરબજારમાં રહ્યો મોટો કડાકો

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 1 ઓક્ટોબરે માર્કેટમાં નિરાશા જોવા મળી હતી અને મોટો ઘટાડો નોંધાયો હતો.સેન્સેક્સ 0.8 ટકા એટલે કે 570 પોઈન્ટ તૂટીને 71909 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી 0.9 ટકા એટલે કે 198 પોઈન્ટના ઘટાડા સાથે 22421 પર બંધ રહ્યો. માત્ર આઈટીસેક્ટરને બાદ કરતા નિફ્ટીના તમામ સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

સૌથી વધુ નુકસાન ઓટો સેક્ટરને થયું હતું, જેનો ઇન્ડેક્સ 3 ટકા જેટલો ગગડ્યો હતો. જેમાં બજાજ ઓટોના શેરમાં 6 ટકાનો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 2.4 ટકાનો ભારે ઘટાડો નોંધાયો હતો. હવે જોવું રહ્યું કે 5 ઓક્ટોબરે જ્યારે માર્કેટ ફરી ખુલશે ત્યારે તે કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો-ડોલર સામે રૂપિયો 99 સુધી ગગડી શકે છે, કોટક સિક્યોરિટીઝે આપી મોટી ચેતવણી, જાણો અર્થતંત્ર પર શું પડશે અસર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 01, 2026 6:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.