Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 07 નવેમ્બરના નબળાઈની સાથે ખુલવાની સંભાવના છે. બજાર શરૂઆતના કલાકોમાં મળેલા વધારા પર નિર્ભર રહ્યું અને સમગ્ર સત્ર દરમિયાન રેન્જબાઉન્ડ રહ્યું, છેલ્લા કલાકમાં વેચાણ દબાણને કારણે નિફ્ટી 25,500 ની નીચે ગયો અને પછી દિવસના નીચા સ્તરે બંધ થયો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.18 ટકા ઘટીને 83,311.01 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.34 ટકા ઘટાડાની સાથે 25,509.70 ના સ્તર પર બંધ થયા હતા.

