Stock Market Today: બજારની આજે શરૂઆત સપાટ સ્તર પર ખુલવાની સંભાવના જોવામાં આવી રહી છે. GIFT નિફ્ટી બ્રોડર ઈંડેક્સો માટે ફ્લેટ શરૂઆતના સંકેત આપી રહ્યા છે. આજના કારોબારી સત્રમાં ગિફ્ટ નિફ્ટી 12 અંકોના વધારાની સાથે કારોબાર કરતા દેખાય રહ્યા છે. છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો બીએસઈ સેન્સેક્સ 676 અંક તૂટીને 65,782 પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 207 અંક ઘટીને 19,485 ના સ્તર પર બંધ થયા હતા.

