Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર - Stocks in News: In which top stocks will there be movement today, keep an eye | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:59:23 AM Mar 21, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    વિંડફોલ ટેક્સમાં ઘટાડો -

    સરકારે સ્થાનિક ક્રૂડ પર વિંડફોલ ટેક્સ ઘટાડ્યો. વિંડફોલ ટેક્સ ₹4400/ટનથી ઘટાડી ₹3500/ટન છે. સરકારે ડિઝલ પર એક્સપોર્ટ ડ્યૂટી વધારી છે. એક્સપોર્ટ ડ્યૂટી 50પૈસા/લિટરથી વધારી ₹1/લિટર કરી છે.


    Dr Reddy’s -

    કોયા થેરાપ્યુટીક્સ સાથે કરાર કર્યા. બાયોસિમિલર Abatacept ના લાઈસન્સ માટે કરાર કર્યા. કંપની 'COYA 302' ડેવલપ અને કમર્શિયલાઈઝ કરશે. COYA 302નો ઉપયોગ ન્યુરોડિ-જનરેટિવ રોગોની સારવાર માટે થાય છે.

    Lupin -

    એલાયન્સ પાર્ટનર CAPLIN STERILESને ઇન્જેક્શન માટે મંજૂરી મળી. US FDA પાસેથી ANDA થિયામીન હાઇડ્રો-ક્લોરાઇડ ઇન્જેક્શન USP માટે મંજૂરી મળી. દવાનો ઉપયોગ થિયામીનની ઉણપ થાય છે.

    RVNL -

    RVNLએ જેક્સન ગ્રીન સાથે વૈશ્વિક ક્લિન એનર્જી EPC માટે JV કર્યું. આ JV મોટા ક્લિન એનર્જી પ્રોજેક્ટના EPCનું કામ કરશે. એશિયા પેસિફિક, કોમનવેલ્થ દેશો અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં કામ કરશે.

    Ceat -

    અનંત ગોયન્કાએ 31 માર્ચથી MD અને CEO પદેથી રાજીનામું આપ્યું. કંપનીના COO અર્નબ બેનર્જી આગામી 2 વર્ષ માટે CEO તરીકે ફરજ બજાવશે. અનંત ગોયન્કા RPG ગ્રુપના નવા બિઝનેસનું નેતૃત્વ કરશે. CEATના વાઈસ ચેરમેનના પદ પર બનેલા રહેશે.

    Indian Oil -

    ઈન્ડિયન ઓઈલ અને NTPC ગ્રીન એનર્જી JV કરશે. રિન્યુએબલ એનર્જીના પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે JV કરશે.

    Uno Minda -

    યુનો મિન્ડા ભારતમાં Kosei સાથેની JV કંપનીઓમાંના હિસ્સાનું અધિગ્રહણ કરશે. હિસ્સો અધિગ્રહણ કરીને 4 વ્હીલર એલોય બિઝનેસને ભેગો કરશે. Kosei મિંડા એલ્યુમિનિયમનો 81.69% હિસ્સો 60 કરોડ માં ખરીદશે. Kosei મિંડામાં 49.90% હિસ્સો 11 કરોડમાં ખરીદશે.

    J Kumar Infra -

    બેંગાલુરુ મેટ્રોરેલ કોર્પોરેશન પાસેથી LoA મળ્યો. કંપનીના JVને ₹182 કરોડના પ્રોજેક્ટ માટે LoA મળ્યો.

    HDFC AMC -

    GQG પાર્ટનરે 24.78 Lk શેર્સ ₹1600 પ્રતિશેરના ભાવે વેચ્યા. SBI MFએ 47.3 Lk શેર્સ ₹1600 પ્રતિશેરના ભાવે ખરીદ્યા.

    UTI AMC -

    PPFAS MFએ 11.22 Lk શેર્સ ₹636 પ્રતિશેરના ભાવ પર ખરીદ્યા.

    PVR -

    Warbug Pincus એ PVRમાં 24.4 લાખ શેર્સ વેચ્યા. SBI MFએ 14.69 લાખ, ICICI PRU MF 6.4 લાખ, સોસાયટી જનરલે 3.2 લાખ શેર લીધા. ત્રણેય કંપનીઓએ ₹1560ના ભાવ પર શેર ખરીદ્યા.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 21, 2023 8:59 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.