Share Market Today: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે હવે શાંતિ સ્થપાવાની આશા જાગી છે, જેની સીધી અને પોઝિટિવ અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. બજારમાં અત્યારે તેજીનો જોરદાર માહોલ છે. નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઉછળીને 24000ના લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે બેન્ક નિફ્ટીમાં પણ લગભગ 950 પોઈન્ટનો મોટો ઉછાળો આવ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારો જામીને ખરીદી કરી રહ્યા છે. સૌથી સારી વાત એ છે કે બજારનો ડર દર્શાવતો ઇન્ડેક્સ INDIA VIX લગભગ 5% જેટલો નીચે આવ્યો છે.

