ટેક્સ કલેક્શન ભારતીય અર્થતંત્રમાં ગ્રોથના સંકેત આપે: નિપુણ મહેતા | Moneycontrol Gujarati
Get App

ટેક્સ કલેક્શન ભારતીય અર્થતંત્રમાં ગ્રોથના સંકેત આપે: નિપુણ મહેતા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા પાસેથી.

અપડેટેડ 02:44:08 PM Oct 04, 2023 પર
Story continues below Advertisement
નિપુણ મહેતાનું કહેવુ છે કે PSU બેન્કમાં સારી તેજી આવી ગઈ છે. ક્રેડિટ ગ્રોથ સારો રહે તો પ્રાઈવેટ બેન્કમાં તેજી આવશે.

નિપુણ મહેતાનું કહેવુ છે કે USમાં વ્યાજદર ઉપલા સ્તરે રહે તેથી વૈશ્વિક બજારમાં નરમાશ જોવા મળશે. ડોલર અને બોન્ડ યીલ્ડની અસરને કારણે પણ ચિંતાઓ વધી. ભારત માટે ક્રૂડની કિંમત વધવી એ ચિંતામાં વધારો કરે છે. ક્રૂડમાં વધારાથી ભારતીય કંપનીઓના પરિણામ પર અસર દેખાશે. ભારતની નિકાસમાં ઘટાડો થાય તે ભયે પણ બજારમાં ચિંતા નો વિષય છે.

નિપુણ મહેતાના મતે આ તમામ કારણોથી બજારમાં હાલ ચિંતાઓ છે. ભારતીય અર્થતંત્ર મજબૂત હોવાથી પહેલાની તેજી જોઈ છે. ક્રૂડના ભાવ અને મોંઘવારીની સમસ્યા હાલ ભારત સામે છે. ગ્રામિણ ભારતમાં માગની રિકવરીની ઝડપ ઓછી રહી છે. ટેક્સ કલેક્શન ભારતીય અર્થતંત્રમાં ગ્રોથના સંકેત આપે છે.

JTL Industries નું વેચામ એપ્રિલ-સપ્ટેમ્બરમાં 54% વધીને થઈ ગયુ 1.59 લાખ ટન


નિપુણ મહેતાનું માનવું છે કે ફાર્મા અને ITમાં નિકાસની દૃષ્ટીએ મજબૂતી જોવા મળી. ઓટોમાં નિકાસની ચિંતાઓ હજુ પ્રવર્તી રહી છે. યુરોપમાં સ્લોડાઉનની અસર ભારતની નિકાસ પર અસર પડી. યુરોપમાં વ્યાજદર ઘટે પછી જ નિકાસમાં રિવાઈવલ જોવા મળશે. FIIsની વેચવાલી છતાં ભારતીય બજારમાં આઉટપર્ફોર્મન્સ રહ્યું.

નિપુણ મહેતાના મુજબ USનું રોકાણ વ્યાજદર અને કરન્સીના આધારે થતું હોય છે. USની બોન્ડ યીલ્ડ વધતા પણ FIIsની વેચવાલી મળી. થોડા સમય માટે ભારતમાં FIIની વેચવાલી જોવા મળશે. મિડકેપ ITની પ્રોફેટિબિલિટીમાં સુધારો જોવા મળી શકે છે. ફાર્મા કંપનઓમાં પણ સારો ગ્રોથ આવી શકે છે.

નિપુણ મહેતાનું કહેવુ છે કે PSU બેન્કમાં સારી તેજી આવી ગઈ છે. ક્રેડિટ ગ્રોથ સારો રહે તો પ્રાઈવેટ બેન્કમાં તેજી આવશે. સારો વરસાદ, સરકારી ખર્ચ છતાં ગ્રામિણ માગ નથી વધી.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 04, 2023 2:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.