TCS Share Price: દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ આજે 9 જુલાઈએ એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. જોકે, આ રિઝલ્ટ આવે તે પહેલા જ કંપનીના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે.
TCS Share Price: દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ આજે 9 જુલાઈએ એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. જોકે, આ રિઝલ્ટ આવે તે પહેલા જ કંપનીના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે.
આજના કારોબારમાં BSE પર TCS નો શેર તેના અગાઉના બંધ ભાવથી 2 ટકા જેટલો તૂટીને 2016.05 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ ઘટાડાને કારણે કંપનીની કુલ માર્કેટ કેપ ઘટીને 7.38 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે આ શેરમાં 1 વર્ષમાં 40% અને છેલ્લા 6 મહિનામાં 36% નો મોટો કડાકો બોલી ગયો છે. આજના દિવસે TCS ની સાથે અન્ય IT દિગ્ગજ કંપની ઈન્ફોસિસના શેરમાં પણ 1.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
રોકાણકારોની નજર શેના પર છે?
આજના પરિણામોમાં રોકાણકારો માત્ર નફા-નુકસાન પર જ નહીં, પરંતુ માર્કેટમાં ડિમાન્ડ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ અને કંપનીના ભવિષ્યના ખર્ચના આઉટલૂક પર પણ નજર રાખી રહ્યા છે. જૂન 2026 ક્વાર્ટરમાં TCS નો ચોખ્ખો નફો અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં 2.1% ઘટીને 13,461 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. કર્મચારીઓના વાર્ષિક પગાર વધારાને કારણે કંપનીના EBIT માર્જિનમાં લગભગ 120 બેસિસ પોઈન્ટનો ઘટાડો આવી શકે છે, અને તે 24.15% રહી શકે છે. ડોલરની આવકમાં 0.1% નો સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે (અંદાજિત 7.61 અબજ ડોલર). જોકે, રૂપિયામાં આવક 1.6% વધીને 71,847 કરોડ રૂપિયા થવાની ધારણા છે. જ્યારે કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ 0.15% રહેવાનો અંદાજ છે.
ડિવિડન્ડની રેકોર્ડ ડેટ નક્કી
રોકાણકારો માટે એક સારા સમાચાર એ છે કે, આજે પરિણામોની સાથે કંપનીનું બોર્ડ નાણાકીય વર્ષ 2027 માટે પહેલા વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી શકે છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ અગાઉથી જ 15 જુલાઈ 2026 નક્કી કરી દેવામાં આવી છે. જે રોકાણકારોના નામ આ તારીખથી એક દિવસ પહેલા માર્કેટ બંધ થવા સુધીમાં કંપનીના રજિસ્ટરમાં નોંધાયેલા હશે, તેમને આ ડિવિડન્ડનો લાભ મળશે.
તમને જણાવી દઈએ કે, અગાઉ નાણાકીય વર્ષ 2026 માં કંપનીએ રોકાણકારોને શેર દીઠ કુલ 110 રૂપિયાનું શાનદાર ડિવિડન્ડ આપ્યું હતું (જેમાં 3 અલગ અલગ વખતે 33 રૂપિયા વચગાળાનું, 46 રૂપિયા સ્પેશિયલ અને 31 રૂપિયા ફાઈનલ ડિવિડન્ડ સામેલ હતું).
અગાઉના માર્ચ ક્વાર્ટરના પરિણામો કેવા હતા?
જો આપણે અગાઉના એટલે કે જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટરના રિઝલ્ટ પર નજર કરીએ તો, TCS ની આવક વાર્ષિક ધોરણે 9.6% વધીને 70,698 કરોડ રૂપિયા થઈ હતી. જ્યારે ચોખ્ખો નફો 12% થી વધુ ઉછળીને 13,718 કરોડ રૂપિયા નોંધાયો હતો. આખા નાણાકીય વર્ષ 2026 ની વાત કરીએ તો કંપનીની કુલ આવક 2,67,021 કરોડ રૂપિયા અને નફો 49,210 કરોડ રૂપિયા રહ્યો હતો.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.