બજારમાં છેલ્લી 35 મિનિટ ભારે પડી: ટોચ પરથી સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 1.77 લાખ કરોડ ડૂબ્યા | Moneycontrol Gujarati
Get App

બજારમાં છેલ્લી 35 મિનિટ ભારે પડી: ટોચ પરથી સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 1.77 લાખ કરોડ ડૂબ્યા

આજના શેરબજારમાં છેલ્લી 35 મિનિટમાં મોટો કડાકો બોલી ગયો. સેન્સેક્સ ટોચ પરથી 600 પોઈન્ટ તૂટ્યો અને રોકાણકારોના 1.77 લાખ કરોડ ધોવાયા. જાણો માર્કેટનો સંપૂર્ણ રિપોર્ટ

અપડેટેડ 04:55:51 PM Jul 07, 2026 પર
Story continues below Advertisement
શેરબજારમાં આવેલા આ ઘટાડાને કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે.ગઈકાલે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,81,50,174.78 કરોડ હતું.

Sensex-Nifty Closes Red: સળંગ ચાર દિવસની શાનદાર તેજી બાદ આજના શેરબજારમાં રોકાણકારોને નિરાશા સાંપડી છે. નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે શરૂઆતી કારોબારમાં માર્કેટ ગ્રીન ઝોનમાં હતું, પરંતુ ટ્રેડિંગની છેલ્લી 35 મિનિટમાં આખો માહોલ બદલાઈ ગયો. આઇટી સેક્ટરે બજારને ઉપર લઈ જવાનો પૂરો પ્રયાસ કર્યો, છતાં રિકવરીની તમામ કોશિશો નિષ્ફળ રહી. આ ભારે ઉતાર-ચઢાવમાં રોકાણકારોના દોઢ લાખ કરોડ રૂપિયાથી વધુ ધોવાઈ ગયા છે.

સેન્સેક્સ અને નિફ્ટીના આજના આંકડા

ઉચ્ચ મથાળેથી ભારે વેચવાલી આવતા બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ રહ્યા હતા, ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 379.85 પોઈન્ટ ઉછળીને 78,664.92 ની ટોચે પહોંચ્યો હતો. પરંતુ ત્યાંથી 600 પોઈન્ટથી વધુ તૂટીને અંતે 104.35 પોઈન્ટ (0.13%) ના ઘટાડા સાથે 78,180.72 ના સ્તરે બંધ થયો.નિફ્ટી 50 નિફ્ટી 24,500 ની પાર (24,530.90) ગયો હતો, પરંતુ અંતે 31.65 પોઈન્ટ (0.13%) ના ઘટાડા સાથે 24,398.70 ના લેવલ પર બંધ રહ્યો. નાના શેર્સમાં પણ આજે દબાણ જોવા મળ્યું. નિફ્ટી મિડકેપ 100 માં 0.30% ની નબળાઈ આવી, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.55% તૂટીને બંધ થયો.

કયા સેક્ટરે બજારને બચાવ્યું અને ક્યાં થયું નુકસાન?

આજના દિવસે સેક્ટર મુજબ જોઈએ તો, આઇટી શેર્સમાં સારી એવી ખરીદી રહી. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 4% જેટલો ઉછળ્યો હતો, પણ માર્કેટ બંધ થતી વખતે આ બઢત 2.5% થી ઓછી રહી ગઈ. બીજી બાજુ, મેટલ અને રિયલ્ટી સેક્ટરે માર્કેટ પર મોટું દબાણ ઊભું કર્યું. આજે નિફ્ટી મેટલ 1% થી વધુ અને નિફ્ટી રિયલ્ટી 1.5% થી વધુ તૂટીને બંધ થયા છે.


રોકાણકારોના 1.77 લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં આવેલા આ ઘટાડાને કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે.ગઈકાલે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,81,50,174.78 કરોડ હતું. આજે માર્કેટ બંધ થતાં તે ઘટીને 4,79,72,766.93 કરોડ થઈ ગયું છે.

આનો સીધો અર્થ એ છે કે માત્ર આજના એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 1,77,407.85 કરોડ (લગભગ 1.77 લાખ કરોડ) નું જંગી નુકસાન થયું છે.

BSE પર ટ્રેડિંગના લેટેસ્ટ આંકડા

આજે BSE પર કુલ 4397 શેર્સમાં ટ્રેડિંગ થયું હતું. માર્કેટની એકંદર સ્થિતિ નબળી રહી હતી.1599 શેર્સ વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા.2633 શેર્સમાં વેચવાલી રહી અને તે લાલ નિશાનમાં બંધ થયા.165 શેર્સના ભાવમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી.

ખાસ વાત એ રહી કે આજના અસ્થિર બજારમાં પણ 147 શેર્સ પોતાના 1 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા હતા, જ્યારે 73 શેર્સ 1 વર્ષના સૌથી નીચલા સ્તરે પટકાયા હતા.

આ પણ વાંચો-Closing Bell: સેન્સેક્સ દિવસની ટોચથી 350 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24400ની નીચે બંધ, Trent અને Adaniના શેર ગગડ્યા

MoneyControl News

MoneyControl News

First Published: Jul 07, 2026 4:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.