Get App

Trade Spotlight| સોમવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?

ટ્રેડ સ્પોટલાઇટ સેગમેન્ટ માટે અમે જે સ્ટોક્સમાં પસંદ કરેલા છે, તેમાં રોસારી બાયોટેકનો સમાવેશ થાય છે. શેર ગઈ કાલે લગભગ 6 ટકા વધીને 805 રૂપિયાની છ મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. શેરે મજબૂત વોલ્યુમ સાથે દૈનિક ચાર્ટ પર તેજીની કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે. એનએલસી ઈન્ડિયાનો શેર ગઈ કાલે 6 ટકાથી વધુ વધીને 98.25 રૂપિયા થયો હતો. 6 માર્ચ, 2018 પછી આ તેનું ઉચ્ચતમ બંધ સ્તર છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 06, 2023 પર 1:19 PM
Trade Spotlight| સોમવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?Trade Spotlight| સોમવારે આ 3 સ્ટૉકમાં થઈ જોરદાર કમાણી, શું આગળ તેમાં બની રહેવુ કે નિકળી જવુ?
eClerx Services એ પણ કાલના કારોબારમાં સરેરાશથી વધારે વૉલ્યૂમની સાથે દૈનિક ચાર્ટ પર એક મજબૂત બુલિશ કેંડલસ્ટિક પેટર્ન બનાવી હતી.

5 જુનના બજારમાં સમગ્ર સત્રમાં પૉઝિટિવ વલણની સાથે કંસોલીડેશન જોવાને મળ્યુ છે. કાલના કારોબારમાં બજાર એક ટકાથી વધારાના વધારાની સાથે બંધ થયા. એશિયાઈ બજારોમાં તેજીથી ભારતીય બજારોમાં પણ જોશ જોવાને મળ્યુ. કાલે બીએસઈ સેન્સેક્સ 240 અંક વધીને 62,787 પર બંધ થયા. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 60 અંક વધીને 18,594 પર બંધ થયા હતા. કાલના બજારની તેજીમાં ઑટો શેરોએ લીડરશિપ કરી હતી. ઑટો ઈન્ડેક્સમાં 1 ટકાથી વધારેનો વધારો જોવાને મળ્યો હતો. પસંદગીના બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, મેટલ અને ફાર્મા શેરોમાં પણ ખરીદારી જોવાને મળી હતી.

બ્રૉડર માર્કેટ પર નજર કરીએ તો નિફ્ટ મિડકેપ 100 અને સ્મૉલકેપ 100 ઈન્ડેક્સે લગાતાર 11 માં અને 12 માં સત્રમાં તેજી ચાલુ રાખી. તેમાં કાલે 0.14 ટકા અને 0.36 ટકાનો વધારો જોવાને મળ્યો હતો.

ટ્રેડ સ્પોટલાઇટ સેગમેન્ટ માટે અમે જે સ્ટોક્સમાં પસંદ કરેલા છે, તેમાં રોસારી બાયોટેકનો સમાવેશ થાય છે. શેર ગઈ કાલે લગભગ 6 ટકા વધીને 805 રૂપિયાની છ મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. શેરે મજબૂત વોલ્યુમ સાથે દૈનિક ચાર્ટ પર તેજીની કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે.

એનએલસી ઈન્ડિયાનો શેર ગઈ કાલે 6 ટકાથી વધુ વધીને 98.25 રૂપિયા થયો હતો. 6 માર્ચ, 2018 પછી આ તેનું ઉચ્ચતમ બંધ સ્તર છે. સ્ટૉકે કાલે મજબૂત વૉલ્યૂમની સાથે એક સારી બુલિશ કેંડલિસ્ટિક પેટર્નનું ગઠવ કર્યુ હતુ.

બધા સમાચાર

+ વધુુ વાંચો