Yes Bank Share Price: યસ બેન્કના સ્ટૉકમાં કડાકો, જાણો રોકાણ માટે કેવી સ્ટ્રેટજી અપનાવી જોઈએ
Yes Bank Share Price: ખાનગી સેક્ટરના દિગ્ગજ બેન્ક Yes Bank ના શેર એક સમય 400 ની પાર પહોંચી ગયા હતા પરંતુ હવે તેના માટે 20 રૂપિયાના લેવલ જ પાર કરવામાં મુશ્કિેલી થઈ ગઈ છે. હાલમાં આ 16 રૂપિયાની નીચે ટ્રેડ કરી રહ્યા છે. બેન્ક માટે માર્ચ ક્વાર્રમાં મિશ્ર રહી. જાણો રોકાણ માટે કેવી સ્ટ્રેટજી રાખવી જોઈએ.
ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનો તેના પર ભરોસો ઓછો થયો છે અને 13.5 રૂપિયાનો ટાર્ગેટ (Yes Bank Target Price) ફિક્સ કરી છે જે વર્તમાન લેવલથી 14 ટકા નીચે છે.
Yes Bank Share Price: ખાનગી સેક્ટરના દિગ્ગજ બેન્ક Yes Bank ના શેર એક સમય 400 ની આસાપસ ટ્રેડ થઈ રહ્યા હતા અને ઈંટ્રા-ડેમાં આ 404 રૂપિયા પર પહોંચી ગયા હતા. જો કે હવે તે 16 રૂપિયાની નીચે પણ ટ્રેડ થઈ રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ્સના મુજબ હજુ તે તૂટીને 14 રૂપિયાની નીચે આવી શકે છે. જાન્યુઆરી-માર્ચ 2023 માં બેન્કના ક્વાર્ટરના આધાર પર શાનદાર નફો હાસિલ થયો. જો કે, ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનો તેના પર ભરોસો ઓછો થયો છે અને 13.5 રૂપિયાનો ટાર્ગેટ (Yes Bank Target Price) ફિક્સ કરી છે જે વર્તમાન લેવલથી 14 ટકા નીચે છે. તેના શેર શુક્રવાર 28 એપ્રિલના બીએસઈ પર 15.68 રૂપિયા પર બંધ થયા હતા.
બ્રોકરેજે કેમ નથી Yes Bank પર ભરોસો
યસ બેન્ક માટે માર્ચ 2023 ક્વાર્ટર મિશ્ર રહ્યુ. હેલ્ધી બિઝનેસ ગ્રોથ અને એનઆઈએમ (નેટ ઈંટરેસ્ટ માર્જિન) ની સાથે અસેટ ક્વોલિટીમાં સુધાર રહ્યો. જો કે ફ્રેંચાઈઝીમાં લગાતાર રોકાણ અને રિટેલ ઓરિએંટેશનના ચાલતા પ્રૉફિટિબેલિટી નબળા બની રહ્યા અને રિટર્ન ઑન અસેટ (RoA) 0.2 રહ્યા. અસેટ ક્વોલિટી અને કેપિટલ લેવલમાં તેજીથી સુધારના ચાલતા બ્રોકરેજ પ્રભાવિત તો છે પરંતુ તેને સુસ્ત ઑપરેટિંગ અર્નિંગ્સ પ્રોફાઈલના ચાલતા તેના પર દાંવ નથી લગાવી રહ્યા.
બ્રોકરેજના મુજબ નાણાકીય વર્ષ 24-25 માં તેની કમાણીમાં ખુબ ધીમે સુધારના આસાર દેખાય રહ્યા છે કારણ કે રિટેલ કારોબારને સેટઅપ કરવામાં ઘણો સમય લાગે છે એટલે કે ગેસ્ટેશન પીરિયડ હાઈ છે અને પ્રતિસ્પર્ધા પણ વધી રહી છે. તેના સિવાય એટી-1 બૉન્ડ્સને રાઈટ ઑફ કરવાનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેના પરિણામને લઈને રિસ્ક બનેલુ છે. એવામાં બ્રોકરેજે તેના રેટિંગને હોલ્ડથી ઘટાડીને રિડ્યૂઝ કરી દીધા છે અને ટાર્ગેટ પ્રાઈઝ 13.5 રૂપિયા પર ફિક્સ કર્યા છે.
યસ બેન્ક એક સમય ઘણો દમદાર શેર હતો. આશરે દસ વર્ષ પહેલા 25 માર્ચ 2013 ના આ 87.03 રૂપિયા પર હતો. તેની નજીક પાંચ વર્ષ બાદ 20 ઓગસ્ટ 2018 ના તે 394 રૂપિયા પર પહોંચી ગયો. જો કે ઈન્ટ્રા-ડે માં આ 404 રૂપિયા સુધી પહોંચી ગયા એટલે કે પાંચ વર્ષમાં રોકાણકારોને ભંડોળ 364 ટકા વધી ગઈ હતી. જો કે તેની બાદ તે ઉતાર-ચઢાવની બાદ છેલ્લી વાર 16 જુલાઈ 2019 ના જ 100 રૂપિયાની ઊપર 103.85 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.
તેની બાદ આવનાર દિવસે 17 જુલાઈ 2019 ના તે ઈન્ટ્રા-ડે માં 100 રૂપિયાની પાર 108.5 રૂપિયા પર પહોંચ્યો હતો પરંતુ પછી ક્યારેય તેની ઊપર નથી પહોંચી શક્યા. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો છેલ્લા વર્ષ 14 ડિસેમ્બર 2022 ના તે 24.75 રૂપિયા પર હતો જે તેના એક વર્ષના હાઈ છે અને આ હાઈથી હાલમાં 37 ટકા નીચે 15.68 રૂપિયા પર છે. છેલ્લા વર્ષ 20 જુન 2022 ના એક વર્ષના નિચલા સ્તર 12.26 રૂપિયા પર હતા.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.