ફાસ્ટ ફૂડ જગત અને શેરબજારમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન દિગ્ગજ કંપની યમ બ્રાન્ડ્સ હવે પોતાની પ્રખ્યાત પિઝા ચેન 'પીઝા હટ' ને વેચવા જઈ રહી છે. આ વેચાણ માટે કુલ 2.7 અબજ ડોલરની બે અલગ-અલગ ડીલ કરવામાં આવી રહી છે.
ફાસ્ટ ફૂડ જગત અને શેરબજારમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન દિગ્ગજ કંપની યમ બ્રાન્ડ્સ હવે પોતાની પ્રખ્યાત પિઝા ચેન 'પીઝા હટ' ને વેચવા જઈ રહી છે. આ વેચાણ માટે કુલ 2.7 અબજ ડોલરની બે અલગ-અલગ ડીલ કરવામાં આવી રહી છે.
પહેલી ડીલ: પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ લોંગ રેન્જ કેપિટલ સાથે 1.5 અબજ ડોલરમાં થશે (જેમાં મેનલેન્ડ ચીનના આઉટલેટ્સ સામેલ નથી).
બીજી ડીલ: યમ ચાઈના સાથે 1.2 અબજ ડોલરમાં થશે, જે ચીનના આઉટલેટ્સ ખરીદશે.
શા માટે વેચાઈ રહ્યું છે પિઝા હટ?
પિઝા હટ છેલ્લા ઘણા સમયથી બજારમાં સંઘર્ષ કરી રહ્યું હતું. તેની કટ્ટર હરીફ કંપની Domino's Pizza એ બજારનો મોટો હિસ્સો કબજે કરી લીધો છે. આ કારણોસર યમ બ્રાન્ડ્સના નાણાકીય પ્રદર્શન પર ખરાબ અસર પડી રહી હતી. અગાઉ નવેમ્બર 2025 માં જ યમ બ્રાન્ડ્સે સંકેત આપી દીધો હતો કે તેઓ પિઝા હટ માટે નવા વિકલ્પો શોધી રહ્યા છે.
ભારતીય શેરબજાર પર અસર: Devyani અને Sapphire ના શેર તૂટ્યા
પિઝા હટના વેચાણના સમાચાર આવતાની સાથે જ ભારતમાં તેની સીધી અસર જોવા મળી છે. શેરબજારમાં દેવયાની ઈન્ટરનેશનલ લિમિટેડ અને સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડના શેરમાં લગભગ 2 ટકાનો કડાકો બોલાયો છે. નોંધનીય છે કે, આ બંને કંપનીઓ ભારતમાં ફ્રેન્ચાઈઝી મોડલ પર KFC અને પિઝા હટનો બિઝનેસ ચલાવે છે.
Devyani International અને Sapphire Foods નું મર્જર
ખાસ વાત એ છે કે, સફાયર ફૂડ્સનું દેવયાની ઈન્ટરનેશનલમાં વિલય થવા જઈ રહ્યું છે. આ ડીલ મુજબ, સફાયર ફૂડ્સના રોકાણકારોને દર 100 શેરની સામે દેવયાની ઈન્ટરનેશનલના 177 શેર મળશે.આ ઉપરાંત દેવયાની ગ્રુપની કંપની આર્કટિક ઈન્ટરનેશનલ સફાયર ફૂડ્સના પ્રમોટર્સ પાસેથી 18.5 ટકા હિસ્સો પણ ખરીદશે. આ મર્જર પછી ભારતમાં KFC અને પિઝા હટ માટે એક જ Yum! India ફ્રેન્ચાઈઝી બનશે. જોકે, આ મર્જરની જાહેરાત પિઝા હટના વેચાણ પહેલા જ થઈ ગઈ હતી. તેથી હવે પિઝા હટના નવા માલિકો આવવાથી ભારતના બિઝનેસ પર શું અસર પડે છે તે જોવું રસપ્રદ રહેશે.
યમ બ્રાન્ડ્સને થશે 2.3 અબજ ડોલરનો ફાયદો
રિપોર્ટ અનુસાર, ટેક્સ અને અન્ય ક્લોઝિંગ ખર્ચાઓ બાદ યમ બ્રાન્ડ્સને આ ડીલમાંથી લગભગ 2.3 અબજ ડોલરની ચોખ્ખી કમાણી થવાની આશા છે. કંપનીનું મેનેજમેન્ટ 30 જુલાઈએ યોજાનારી કોન્ફરન્સ કોલમાં આ ડીલની નાણાકીય અસરો વિશે વધુ માહિતી આપશે. 2025 ના અંત સુધીના આંકડા મુજબ પિઝા હટ 108 દેશોમાં 20,000 થી વધુ આઉટલેટ્સ ધરાવતું હતું. તેનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે અને ત્યારબાદ બીજા નંબરે ચીન આવે છે.
એક યુગનો અંત: KFC અને Taco Bell સાથેનો નાતો તૂટ્યો
આ ડીલ ફાઈનલ થતાં જ પિઝા હટનો તેની સિસ્ટર બ્રાન્ડ્સ KFC અને Taco Bell સાથેનો દાયકાઓ જૂનો નાતો પૂરો થઈ જશે. 1958 માં ડેન અને ફ્રેન્ક કાર્ની ભાઈઓએ શરૂ કરેલી આ પિઝા કંપની 1969 માં પબ્લિક થઈ હતી. 1977 માં પેપ્સિકોએ તેને ખરીદી લીધી હતી અને પછી તે યમ બ્રાન્ડ્સ (અગાઉનું નામ ટ્રિકોન) નો હિસ્સો બની હતી. એક સમયે પિઝા હટ દુનિયાની સૌથી મોટી પિઝા ચેન હતી, પરંતુ 2017 માં ડોમિનોઝે તેની પાસેથી આ નંબર 1 નો તાજ છીનવી લીધો હતો.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.